ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર, 2021
ગુરુવાર
મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર હવે વર્ષ 2022 માટે દસમા ધોરણની પરીક્ષા ઓફલાઈન લેવાની તૈયારી કરી રહી છે
પ્રાપ્ત જાણકારી મુજબ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનએ આજથી મહારાષ્ટ્ર SSC પરીક્ષા 2022 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
એટલે કે જે વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં છે અને આવતા વર્ષે SSC પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓ સત્તાવાર વેબસાઇટ પર પરીક્ષા માટે અરજી કરી શકે છે.
વિદ્યાર્થીઓએ 18 નવેમ્બરથી 9 ડિસેમ્બર, 2021 સુધી વેબસાઇટ પર નિયમિત ફી સાથે અરજી કરવાની રહેશે. આ અરજીઓ 20મી ડિસેમ્બરથી મંગળવાર 28મી ડિસેમ્બર 2021 સુધી વિલંબ ફી સાથે ભરી શકાશે.
આ ઉપરાંત, ઉચ્ચ માધ્યમિક શાળાઓ/જુનિયર કોલેજો માટે ચલણ દ્વારા બેંકમાં ફી ભરવાનો સમયગાળો 18મી નવેમ્બર 2021થી 30મી ડિસેમ્બર 2021 સુધીનો રહેશે.