Site icon

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, મહારાષ્ટ્ર બોર્ડની 10મી પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ; અરજી કરવાની આ છે છેલ્લી તારીખ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 18 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર હવે વર્ષ 2022 માટે દસમા ધોરણની પરીક્ષા ઓફલાઈન  લેવાની તૈયારી કરી રહી છે 

પ્રાપ્ત જાણકારી મુજબ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનએ આજથી મહારાષ્ટ્ર SSC પરીક્ષા 2022 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 

એટલે કે જે વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં છે અને આવતા વર્ષે SSC પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓ સત્તાવાર વેબસાઇટ પર પરીક્ષા માટે અરજી કરી શકે છે.

વિદ્યાર્થીઓએ 18 નવેમ્બરથી 9 ડિસેમ્બર, 2021 સુધી વેબસાઇટ પર નિયમિત ફી સાથે અરજી કરવાની રહેશે. આ અરજીઓ 20મી ડિસેમ્બરથી મંગળવાર 28મી ડિસેમ્બર 2021 સુધી વિલંબ ફી સાથે ભરી શકાશે. 

આ ઉપરાંત, ઉચ્ચ માધ્યમિક શાળાઓ/જુનિયર કોલેજો માટે ચલણ દ્વારા બેંકમાં ફી ભરવાનો સમયગાળો 18મી નવેમ્બર 2021થી 30મી ડિસેમ્બર 2021 સુધીનો રહેશે. 

પોલીસની ગુસ્તાખીઃ કોર્ટના આદેશ બાદ પણ શખ્સને પોલીસ કસ્ટડીમાં ગોંધી મૂક્યો, કોર્ટે આપ્યો વળતરનો આદેશ. જાણો વિગત.

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version