News Continuous Bureau | Mumbai
બેંકમાં નોકરી(Banking job) માટે તૈયારી કરી રહેલા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે, મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ(Maharashtra State Co-operative Bank Limited) (મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટિવ બેંકમાં ઈન્ફોર્મેશન સિક્યોરિટી(Information Security) હેઠળ વિવિધ પોસ્ટની ભરતી(Recruitment of various posts) કરવા જઈ રહી છે. MSC recruitment ની અધિકૃત વેબસાઇટ(Official website) પર આ પોસ્ટ્સ માટેની જાહેરાતો બહાર પાડવામાં આવી છે.
જુદી જુદી પોસ્ટ્સ માટે ભરતી થવાની છે, જેમાં જુનીયર ઓફિસર(Junior Officer) હેઠળ સાયબર સિક્યોરિટી ઓપરેશન્સની(Cyber Security Operations) 4 જગ્યાઓ, ડિજિટલ પેમેન્ટ ચેનલના(digital payment channels) 3 પદ, સોફ્ટવેર(Software) માટે 1 પદ, નેટવર્ક એડમિનિસ્ટ્રેશનની(Network Administration) 1 પોસ્ટ, ઓફિસ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશનની(Office Database Administration) 1 પોસ્ટ, ઓફિસ સર્વર એડમિનિસ્ટ્રેશનની(Office Server Administration) 1 પોસ્ટ રહેશે.
બેંકમાં નોકરી માટે શૈક્ષણિક લાયકાતમાં(educational qualification) માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા શૈક્ષણિક સંસ્થામાંથી(university or educational institution) BE/BTech કોમ્પ્યુટર એન્જિનિયરિંગ/ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ/MCA/MSc કમ્પ્યુટર સાયન્સ/ITમાં સ્નાતક પૂર્ણ કરેલ હોવું જોઈએ.
આ સમાચાર પણ વાંચો : હેલો- હાય નહીં પણ વંદે માતરમ બોલો- સરકારી અધિકારીઓ માટે મહારાષ્ટ્ર સરકારનું નવું ફરમાન
વય મર્યાદા જોઈએ તો 30મી જૂન 2022ના રોજ 25 વર્ષથી વધુની ઉંમર ન હોવી જોઈએ. અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ, 2022ની છે. દસ્તાવેજોમાં બાયોડેટા, શૈક્ષણિક પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, શાળા છોડવાનું પ્રમાણપત્ર, ઓળખપત્ર, પાસપોર્ટ સાઈઝ ફોટો વગેરે આવશ્યક રહેશે.