ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જૂન 2021
શુક્રવાર
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ ઑફ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) ધોરણ 10, 11 અને 12ની પરીક્ષાના પરિણામ પરથી બારમા ધોરણ માટે 30:30:40ની ફૉર્મ્યુલા અપનાવાની છે. તેમની આ યોજનાને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. એથી મહારાષ્ટ્ર સરકાર પણ આ પ્રકારની ફૉર્મ્યુલા 12 ધોરણના રિઝલ્ટ માટે અમલમાં મૂકે એવી શક્યતા છે. તેઓ કૉલેજના હેડ સાથે આ બાબતે ચર્ચા કરી રહ્યા છે. CBSE 10, 11 અને 12 ધોરણના માર્કના આધારે 30:30:40ના રેશિયો પરથી 12નું રિઝલ્ટ આપવાની છે. એમાં પણ 10 અને 11મા ધોરણના (પાંચમાંથી ત્રણ બેસ્ટ સબ્જેક્ટના માર્ક) ફાઇનલ થિયરીના આધારે માર્ક્સ આપવામાં આવવાના છે. સુપ્રીમ કોર્ટે એને મંજૂરી આપી દીધી છે. એથી મહારાષ્ટ્ર સરકાર પણ બારમા ધોરણ માટે આ થિયરી અમલમાં મૂકવા બાબતે ગંભીર છે.
અહીં ઉલ્લેખનીય છે કે કોરોનાને પગલે આ વર્ષે મહારાષ્ટ્રમાં દસમા અને બારમા ધોરણની પરીક્ષા રદ કરી નાખી હતી. હવે બોર્ડનાં રિઝલ્ટ કેવી રીતે આપવાં અને ઍડ્મિશન શેના આધારે આપવાં એ બાબત માથાનો દુખાવો બની ગયો છે.