News Continuous Bureau | Mumbai
એકનાથ શિંદે(Eknath Shinde)ના બળવાને કારણે શિવસેના(Shivsena)માં વિભાજન થયા બાદ અસલી શિવસેના કોની છે તે પ્રશ્ન ઉભો થયો છે. રાજ્યમાં સર્જાયેલા સત્તા સંગ્રામ પર આજે સુપ્રીમ કોર્ટ(Supreme court) સુનાવણી કરી રહ્યું છે. તમે આ સુનાવણી ઘરે બેઠા જોઈ શકો છો.
આ લિંક પર ક્લિક કરીને તમે લાઇવ જોઈ શકો છો સત્તા સંઘર્ષની લડાઈ
મહત્વનું છે કે શિવસેના ઠાકરે જૂથ(Uddhav Thackeray group) અને શિંદે જૂથ(Eknath Shinde group) દ્વારા સુપ્રીમ કોર્ટમાં વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અરજીઓની સુનાવણી પાંચ જજોની બંધારણીય બેંચ સમક્ષ એકસાથે થઇ રહી છે. એકનાથ શિંદે દ્વારા બળવો કરીને અને ભાજપ સાથે હાથ મિલાવીને રચાયેલી સરકારનું ભાવિ આ અરજીઓના પરિણામ પર નિર્ભર છે.
આ સમાચાર પણ વાંચો : સુનાવણીના લાઇવ સ્ટ્રીમિંગ માટે તૈયાર સુપ્રીમ કોર્ટની જાહેરાત- લૉન્ચ કરશે પોતાનું પ્લેટફોર્મ
દરમિયાન જનતા સત્તા સંઘર્ષની સુનાવણી લાઈવ નિહાળી શકશે. સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું આજથી લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. બંધારણીય બેંચની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો નિર્ણય કોર્ટની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની સુનાવણીના લાઈવ પ્રસારણ માટે અરજી દાખલ કરવામાં આવ્યાના લગભગ ચાર વર્ષ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.