Site icon

Maharashtra: આ તે કેવી લત, ચા- બિસ્કીટ ન મળતા ડોક્ટર અધવચ્ચે સર્જરી પડતી મૂકી ચાલ્યા ગયા.. જાણો વિગતે..

Maharashtra: ચાનું વ્યસન ઘણાને હોય છે. લોકો આ વ્યસન છોડી શકતા નથી. ચા પીધા વિના તેમને ચાલતું જ નથી. ચાની તલબ લાગે ત્યારે લોકો પોતાની બાઇક પર બેસીને કેટલાય કિલોમીટર દૂર આવેલી પોતાની મનપસંદ ચાની ટપરી પર પણ જતા હોય છે, પરંતુ ચા પીવા માટે ઓપરેશનને અધવચ્ચે જ છોડી દેનાર ડોક્ટરનું એક અલગ જ કારનામું સામે આવ્યું છે…

Maharashtra , the doctor abandoned the surgery in the middle without getting tea-biscuits

Maharashtra , the doctor abandoned the surgery in the middle without getting tea-biscuits

News Continuous Bureau | Mumbai

Maharashtra: ચાનું ( Tea ) વ્યસન ઘણાને હોય છે. લોકો આ વ્યસન છોડી શકતા નથી. ચા પીધા વિના તેમને ચાલતું જ નથી. ચાની તલબ લાગે ત્યારે લોકો પોતાની બાઇક પર બેસીને કેટલાય કિલોમીટર દૂર આવેલી પોતાની મનપસંદ ચાની ટપરી પર પણ જતા હોય છે, પરંતુ ચા પીવા માટે ઓપરેશનને ( operation ) અધવચ્ચે જ છોડી દેનાર ડોક્ટરનું ( Doctor ) એક અલગ જ કારનામું સામે આવ્યું છે. આ ઘટના મહારાષ્ટ્રના નાગપુર ( Nagpur ) જિલ્લામાં બની છે. ચા બિસ્કિટ ( Tea Biscuits) સમયસર ન મળતાં ડોક્ટર ઓપરેશન કર્યા વિના જ ચાલ્યા ગયા હતા. આનાથી એનેસ્થેસિયા ( Anesthesia ) મેળવનાર ચાર મહિલા દર્દીઓમાં રોષ ફેલાયો છે. આ મામલે જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

Join Our WhatsApp Community

ઘટનાની વિગત મુજબ ગ્રામીણ હોસ્પિટલમાંથી ચાર મહિલાઓને ફેમિલી પ્લાનિંગ સર્જરી માટે એનેસ્થેસિયા બાદ બહાર કાઢવામાં આવી હતી. ચા બિસ્કિટ ન મળવાના કારણે ડોક્ટરે સર્જરી કરવાની ના પાડી હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પહેલેથી જ આરોગ્ય સુવિધાઓની અછત છે ત્યારે તબીબોની આ અસંવેદનશીલતાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટના 3 નવેમ્બરના રોજ જિલ્લાના મૌડા તાલુકાના ખાટ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બની હતી. ખાટના કેન્દ્રમાં તેઓ કુટુંબ નિયોજન માટે આઠ મહિલાઓની સર્જરી કરવા જઈ રહ્યા હતા. તેણે આમાંથી ચાર મહિલાઓનું ઓપરેશન કર્યું હતું.

જિલ્લા સીઈઓએ આપ્યા તપાસના આદેશ

હોસ્પિટલમાં ચા ન મળવાથી ડોક્ટર એટલો ગુસ્સે થયો કે બાકીના ઓપરેશન કર્યા વગર જ તે ઓપરેશન થિયેટરની બહાર નીકળી ગયો હતો. જ્યારે બાકીની ચાર મહિલાઓને એનેસ્થેસિયાના ઈન્જેક્શન આપી દેવામાં આવ્યા હતા. આ વાતની જાણ જિલ્લા સીઈઓ શૌમ્યા શર્માને થઇ તો તેમણે તરત જ જિલ્લા પરિષદના અધિકારીઓ મારફતે ડોકરોની બીજી ટીમ મોકલી અને ઓપરેશન કરાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ પર ઘાતકી હુમલો, જુઓ વિડીયો…

ચા બિસ્કિટનું બહાનું બતાવી ઑપરેશન નહીં કરનાર ડૉક્ટરે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમને ડાયાબિટીસ છે અને તે માટે એમને સમયસર ચા બિસ્કિટ લેવાની જરૂર હોય છે. તેના વિના તેમનું બ્લડ સુગર લેવલ ઘટી જાય છે અને બ્લડ પ્રેશર પણ ઘટી જાય છે.

જોકે, ડૉક્ટરને કારણે જે મહિલાઓને અગવડ વેઠવી પડી તેમના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને સારવાર કેન્દ્રમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. કેસની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અજય દાવલેએ તપાસના મૌખિક આદેશ આપ્યા છે. આ માટે ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે અને ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Shiv Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ‘શિવસેનાના ૨૨ ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર’ – આદિત્ય ઠાકરેનો ધમાકો, શિંદે જૂથ ભડક્યું!
Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિનો મોટો નિર્ણય: ભાજપ અને શિવસેના સાથે મળીને લડશે મહાનગરપાલિકાની ચૂંટણી, પક્ષપલટાને લઈને પણ બન્યો નિયમ, જાણો સંપૂર્ણ વિગત
Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Exit mobile version