Site icon

ડેલ્ટા વેરિયન્ટના પ્રવેશથી ચિંતિત મહારાષ્ટ્ર સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી; જાણો શું છે નવી નિયમાવલીમાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

કોરોનાના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસને કારણે ગંભીર ત્રીજી લહેરના અહેવાલો વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે હવે રાજ્યમાં પ્રતિબંધો હળવા થઈ શકશે નહિ. હવે પ્રતિબંધો હળવા કરવા RT-PCR પરીક્ષણ જ નિર્ણાયક પરિબળ બનશે. રેપિડ ટેસ્ટને આધારભૂત માનશે નહિ. ઉપરાંત પૉઝિટિવિટી રેટ ઘટે તો પણ ત્રીજા તબક્કાથી નીચેના તબક્કાના નિયમો જિલ્લામાં લાગુ કરશે નહિ.

તાજેતરના આદેશ મુજબ પુણે અને થાણે સહિતના તમામ વહીવટી એકમોને ઓછામાં ઓછા સ્તર 3 પ્રતિબંધ હેઠળ મૂકવામાં આવશે, જે સૂચવે છે કે મૉલ્સ અને અન્ય જાહેર સ્થળો ખોલવાની અગાઉની પરવાનગી રદ કરાશે. દુકાનો અને અન્ય જાહેર જગ્યાઓ હવે બપોરના 4 વાગ્યા સુધી બંધ કરવી પડશે.  ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એની લાક્ષણિકતાઓને કારણે હવે ચિંતાનો વિષય બની ગયો છે.

આ વેરિયન્ટનો ઝડપથી થતો ફેલાવો, ફેફસાંના કોષમાં પ્રવેશવાની ઝડપ અને મોનોક્લોનલ એન્ટિ-બૉડી પ્રતિસાદમાં સંભવિત ઘટાડો કરતો હોવાથી ખૂબ જ જોખમી છે. આ બદલાતા ખતરાને પગલે મહારાષ્ટ્ર સરકારે 4 જૂન, 2021ના તેના અગાઉના આદેશમાં ફેરફારો કર્યા છે અને પ્રતિબંધો વધાર્યા છે.

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ થી એક વ્યક્તિનું મોત. તંત્ર હાઇ એલર્ટ. જાણો વિગત…

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ૨૦ સક્રિય કેસ છે અને એક ૮૦ વર્ષની વ્યક્તિનું રત્નાગિરિમાં કોરોનાના આ વેરિયન્ટને કારણે મૃત્યુ થયું છે.

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version