ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
કોરોના મહામારીમાં અનેક પરિવાર ઉધ્વસ્ત થઈ ગયા છે. સેંકડો બાળકો અનાથ પણ થયાં છે. આવાં બાળકોની સ્કૂલ તથા કૉલેજની ફી માફ કરવાની અને શિક્ષણ મફત આપવાની મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે. સરકારની જાહેરાતને પાલઘર જિલ્લામાં આવેલા વસઈની સેન્ટ ગોન્સાલો ગાર્સિયા કૉલેજ ઑફ આર્ટ્સે તરત અમલમાં મૂકી દીધી છે. કૉલેજ પ્રશાસને પોતાના વિદ્યાર્થીઓ માટે એક નોટિસ બહાર પાડી છે. એમાં લખવામાં આવ્યું છે કે જે પણ વિદ્યાર્થીઓએ કોરોનામાં તેમનાં માતાને કે પિતાને અથવા માતા-પિતા બંનેને ગુમાવી દીધાં છે એવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2021-22 માટે 100 ટકા ફી માફ કરવામાં આવશે. એ માટે વિદ્યાર્થીઓને આવશ્યક દસ્તાવેજો લઈ આવવાનું કહેવામાં આવ્યું છે. એથી દસ્તાવેજોની ચકાસણી બાદ તરત ફી માફી તેને લાગુ પડશે.
શૉકિંગ! મંત્રાલય બાદ હવે મહારાષ્ટ્રની આ પાલિકાની ઑફિસમાંથી મળી આવી દારૂની બાટલીઓ; જાણો વિગત