હવામાન વિભાગનો વર્તારો : મહારાષ્ટ્રમાં આ તારીખથી શરૂ થશે કાતિલ ઠંડી, થીજવા તૈયાર થઈ જજો

Maharashtra to Witness Cold Wave From Jan 29-These Cities to be Worst Hit

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ( Maharashtra  ) અનેક ભાગોમાં હાલ કડકડતી ઠંડી ( Cold Wave ) પડી રહી છે. દરમિયાન રાજ્યમાં હવે ઠંડીની સ્થિતિને જોતા હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી સપ્તાહે રાજ્યમાં ( Cities  ) શીત લહેર આવે તેવી શક્યતા છે.

મુંબઈમાં પણ પડશે ઠંડી –

હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય મહારાષ્ટ્રમાં આવતા અઠવાડિયે કોલ્ડવેવ જેવી સ્થિતિ જોવા મળી શકે છે. તેમજ મુંબઈમાં લઘુત્તમ તાપમાન સરેરાશ કરતા નીચે જઈ શકે છે. તેમ જ આગામી કેટલાક દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થશે. જો કે આ સાથે દિવસના તાપમાનમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે.

હવામાન વિભાગે બરાબર શું કહ્યું –

હાલ સમગ્ર રાજ્યમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવે 29 જાન્યુઆરી પછી મહારાષ્ટ્રમાં ઠંડીનું જોર વધી શકે છે, હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે કે આ કોલ્ડવેવ 2 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં પહેલી વખત દોડી અંડરગ્રાઉન્ડ મેટ્રો, જુઓ વિડિયો..

દરમિયાન ઉત્તર મહારાષ્ટ્રમાં હજુ પણ ઠંડીનો જોર યથાવત છે. તાપમાનમાં ઘટાડો થતાં રવિ સિઝનના પાક પર તેની અસર જોવા મળી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં ડુંગળીના પાકને અસર થઈ છે. જેથી ખેડૂત ચિંતિત છે. ઘઉં, ચણા, મકાઈના પાકને પણ આ વાતાવરણની અસર થશે, તેથી એવું અનુમાન છે કે ઉત્પાદનમાં ઘટાડો થશે.