મહારાષ્ટ્રના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. હજી ફેબુ્રઆરીના શિયાળાની મોસમ હોવા છતાં ઉનાળાની ગરમીનો માહોલ શરુ થઇ ગયો છે.
કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૪ અને લઘુત્તમ તાપમાન ૨૩.૦ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૫.૩ અને લઘુત્તમ તાપમાન ૨૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આજે મધ્ય મહારાષ્ટ્રનું સાંગલી માં તાપમાન ૩૯.૫ ડિગ્રી સેલ્સિયસ અને વિદર્ભના ચંદ્રપુર માં તાપમાન ૩૯ ડિગ્રી સેલ્સિયસ હતું.
