ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ,9 એપ્રિલ 2021.
શુક્રવાર.
મહારાષ્ટ્રમાં ગત સોમવારથી લાગુ કરવા માં આવેલા આંશિક લોકડાઉનના મુદ્દે રાજ્ય નો વેપારી વર્ગ ઠાકરે સરકારથી રોષે ભરાયો હતો.તેમણે સરકારના આ નિર્ણય ના વિરોધમાં પ્રદર્શન પણ કર્યા હતા.મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેએ બુધવારની વર્ચ્યુઅલ મીટિંગમાં વહેલી તકે વેપારીઓ અને દુકાનદારોની ફેવરમાં નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું હતું.બીજી બાજુ, ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ ટ્રેડ (કૅમિટ) દ્વારા કોલાબાના વિધાનસભ્ય રાહુલ નાર્વેકરની આગેવાની હેઠળ મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સીતારામ કુંટેને મળીને વેપારીઓએ લૉકડાઉનને લીધે પડી રહેલી હાલાકીની રજૂઆત કરી હતી.સાથેજ સરકારને બાહેંધરી આપી હતી કે ,વેપારી સંગઠનો દ્વારા બનાવવામાં આવેલી એસઓપીનું તેમના વેપારીઓ અને દુકાનદારો પાળશે , જેથી માર્કેટમાં ફેલાતા કોરોનાને રોકી શકાય.
સરકારે તેમની પાસે 2 દિવસનો સમય માંગ્યો હતો.જેની અવધિ 9 તારીખે પુરી થતી હતી.તે મુજબ 9મીએ દુકાન શરુ કરવાનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે. અને સોમવાર થી તેમની દુકાનો ખોલવાનું આશ્વાસન સરકાર તરફથી તેમને મળ્યું છે.
બનાવટી નેગેટિવ રિપોર્ટ વેચનાર ગઠિયાની ચારકોપ પોલીસે ધરપકડ કરી… જાણો વિગત