194
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે.
આ વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ બિન-કૃષિ, સ્વાયત્ત યુનિવર્સિટીઓ, ટેકનિકલ કોલેજો અને સંલગ્ન કૉલેજોના વર્ગો 15 ફેબ્રુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
જોકે આ સમયગાળા દરમિયાન શિક્ષણ ઓનલાઈન ચાલુ રહેશે.
આ તમામ યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોની પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગત 13 ઓક્ટોબર, 2021ના રોજ, રાજ્ય સરકારે કોલેજોને ઑફલાઇન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
You Might Be Interested In