News Continuous Bureau | Mumbai
ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકારે તેના લગભગ અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન અખબારો, ઇલેક્ટ્રોનિક મીડિયા અને હોર્ડિંગ્સ(Electronic media and hoardings) વગેરેમાં જાહેરાતો આપવા પાછળ કરદાતાઓના(taxpayers) લગભગ 333 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો RTI થયો છે.
RTI એક્ટિવિસ્ટ અભય કોલારકર (activist Abhay Kolarkar) દ્વારા દાખલ કરાયેલ એક RTI પ્રશ્નનો જવાબ આપતા, સ્ટેટ પબ્લિક રિલેશન ઓફિસે(State Public Relations Office) જાહેર કર્યું કે આ રકમ 2019-20 અને 2021-22 વચ્ચે ખર્ચવામાં આવી હતી. આ ઉપરાંત, સરકારે 2020-2021માં કોવિડ અને રસીકરણ અભિયાન વિશે જાગૃતિ ફેલાવવા માટે રૂ. 18.55 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : અમદાવાદમાં આકાશી શણગાર- ભારતના નકશાથી લઈને વેલકમ PM મોદી સહિતની ડિઝાઇન- જુઓ મંત્રમુગ્ધ કરી દેતો વિડીયો
ડેટા મુજબ સરકારે સૌથી વધુ 39.99 કરોડ રૂપિયા ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ પાછળ ખર્ચ્યા છે. જ્યારે 31.95 કરોડ રૂપિયા હાઉસિંગ ડેવલપમેન્ટ(Housing Development) માટેની જાહેરાત(Advertisement) પાછળ ખર્ચ્યા છે.
મહેસૂલ અને વન વિભાગોએ(Forest Departments) વિવિધ મીડિયા આઉટલેટ્સમાં જાહેરાત પાછળ 26 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આયોજન વિભાગ, મહારાષ્ટ્ર રાજ્ય ઓબીસી અને વિકાસ નિગમ અને પાણી પુરવઠા અને સ્વચ્છતા વિભાગ દ્વારા પ્રત્યેક રૂપિયા 19 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે.