Site icon

Maharashtra Weather Forecast:સાવધાન! મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી: આગામી 5 દિવસ વાવાઝોડું અને વરસાદ મચાવશે કહેર, IMD એ જાહેર કર્યું એલર્ટ.

Maharashtra Weather Forecast:વીજળીના કડાકા અને કરા પડવાની શક્યતા; નાગરિકોને સાવચેતી રાખવા અને સુરક્ષિત સ્થળે રહેવા પ્રશાસનની અપીલ.

Maharashtra Weather Alert: IMD predicts thunderstorms and hailstorms in Central Maharashtra for the next 5 days.

Maharashtra Weather Alert: IMD predicts thunderstorms and hailstorms in Central Maharashtra for the next 5 days.

News Continuous Bureau | Mumbai

Maharashtra Weather Forecast: છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. મંગળવારે વરસાદે થોડો વિરામ લીધા બાદ, ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ફરીથી તોફાની વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્રના જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા અને કરા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે પ્રશાસન હરકતમાં આવ્યું છે.

Join Our WhatsApp Community

વીજળી અને કરા પડવાની શક્યતા, પ્રશાસન સતર્ક

હવામાન વિભાગે જાહેર કરેલા પાંચ દિવસીય અંદાજ મુજબ, મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં તેજ ગતિએ પવન ફૂંકાશે અને વિજળીના ગડગડાટ સાથે વરસાદ પડશે. આ જોખમી પરિસ્થિતિને જોતા ગ્રામ પંચાયત, પોલીસ અને આરોગ્ય વિભાગને તાત્કાલિક જનજાગૃતિ ફેલાવવાના આદેશ આપવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને પણ સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવ્યા છે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળાય.

આ સમાચાર પણ વાંચો : Gold Price Drop India:લગ્નની સીઝન પહેલા જનતાને લોટરી! સોનાના ભાવમાં થશે મોટો ઘટાડો, ભારત સરકારનો ઐતિહાસિક નિર્ણય

નાગરિકો માટે મહત્વની સાવચેતીની સૂચનાઓ

પ્રશાસન દ્વારા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે વીજળીના કડાકા સંભળાય તો તરત જ ઘરમાં અથવા સુરક્ષિત સ્થળે આશરો લેવો. આ સમયે ઝાડ નીચે, ખેતરમાં, પાણીની નજીક અથવા લોખંડની વસ્તુઓની આસપાસ ઉભા રહેવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ખુલ્લી જગ્યામાં મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે. શાળાઓ અને જાહેર ઈમારતોને જરૂર પડ્યે આશ્રયસ્થાન તરીકે ખુલ્લી રાખવા સૂચના અપાઈ છે.

 ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ

અચાનક આવેલા આ કમોસમી વરસાદ અને ગારપેટને (Hailstorm) કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કાપણીના આરે આવેલા પાકને આનાથી મોટું નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને પણ તેમનો તૈયાર પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા અને પશુઓને સુરક્ષિત છાપરા નીચે રાખવા અપીલ કરી છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version