News Continuous Bureau | Mumbai
Maharashtra Weather Update : રાજ્યના તમામ જિલ્લામાં હાલ ચોમાસા ( Monsoon ) સક્રીય બન્યુ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસાએ 15 જૂન સુધી સમ્રગ રાજ્યને આવરી લીધું છે અને હવે તેની આગળની સફર ઝડપથી ચાલુ થઈ ગઈ છે. મહિનાના અંત સુધીમાં ચોમાસુ સમ્રગ દેશને આવરી લેશે. ત્યાં સુધી ઉત્તરના કેટલાક રાજ્યોએ દુષ્કાળનો સામનો કરવો પડી શકે છે.તો આ સમયે હવે હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
મુંબઈ, કોંકણની સાથે મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડાના કેટલાક ભાગોમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી ( Rain Forecast ) છે. પૂર્વ વિદર્ભ સિવાય રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે. મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણના જિલ્લાઓમાં ભારે વીજળી સાથે જોરદાર વરસાદની ચેતવણી ( Weather Forecast ) આપવામાં આવી છે. આથી મુંબઈ, કોંકણની સાથે મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Heavy to very heavy rainfall with isolated extremely heavy falls very likely to continue over Sub-Himalayan West Bengal, Sikkim, Assam and Meghalaya during next 4-5 days. pic.twitter.com/ez04qb30KS
— India Meteorological Department (@Indiametdept) June 15, 2024
આ સમાચાર પણ વાંચો : Surat: સુરત જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ચાલુ વર્ષે ત્રણ નવી યોજના અમલી
Maharashtra Weather Update : ચોમાસુ હવે સમ્રગ રાજ્યને આવરી લીધુ છે અને તે એક અઠવાડિયામાં દેશના અન્ય ભાગોમાં પણ પ્રવેશ કરશે..
દરમિયાન, સોમવાર, મંગળવારે કોંકણમાં રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, સતારા ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના હોવાથી અહીં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ચોમાસુ હવે સમ્રગ રાજ્યને આવરી લીધુ છે અને તે એક અઠવાડિયામાં દેશના અન્ય ભાગોમાં પણ પ્રવેશ કરશે, હવામાન વિભાગે ( IMD ) આગાહી કરી છે. ચોમાસુ મરાઠવાડા, કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્રને પણ આવરી લેશે. તો નવસારી, જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર, બીજાપુર, મલકાનગરી અને વિજયનગરમ વિસ્તારમાં હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, એક સપ્તાહની અંદર ચોમાસુ ઓડિશા, છત્તીસગઢ, તટીય આંધ્ર પ્રદેશમાંથી આગળ વધશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)