ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર, 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં ફરી આગામી ચાર દિવસ વરસાદી માહોલ સર્જાશે.
IMDના જણાવ્યાનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર ક્ષેત્ર સક્રિય બન્યું છે અને આગામી 24 કલાકમાં તેની તીવ્રતા વધવાની આશંકા છે.
આવાં બદલાયેલાં કુદરતી પરિબળોને પગલે આગામી ચારથી પાંચ દિવસ કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડાના ભાગોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વર્ષાની સંભાવના વ્યક્ત કરી છે
સાથે જ હવામાન વિભાગે પુણે સહિત કુલ 13 જિલ્લાઓને યલો એલર્ટ જાહેર કર્યા છે.
આ જિલ્લાઓમાં પુણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, સતારા, સાંગલી, કોલ્હાપુર, અહેમદનગર, સોલાપુર, ઉસ્માનાબાદ, બીડ, લાતુર અને નાંદેડ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
કંગના રાણાવતના આઝાદી ઉપરના વિવાદાસ્પદ નિવેદનને આ પીઢ અભિનેતાએ આપ્યો ટેકો; સમર્થનમાં આવું કહ્યું