ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓગસ્ટ 2021
શનિવાર
વધતા કોરોનાના ડેલ્ટા સ્વરૂપના ખતરા વચ્ચે મહારાષ્ટ્રના નાસિકથી ચિંતાજનક સમાચાર આવ્યા છે.
નાસિક જિલ્લામાં ડેલ્ટા વેરિએન્ટના 30 નવા કેસ સામે આવ્યા છે, જેનાથી હડકંપ મચી ગયો છે.
નાસિક જિલ્લા હોસ્પિટલના સર્જન ડો. કિશોર શ્રીનિવાસે કહ્યુ કે નાસિકમાં ડેલ્ટા વેરિએન્ટથી 30 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 28 દર્દી ગ્રામિણ વિસ્તારના છે, જ્યારે બે દર્દી ગંગાપુર અને સાદિક નગરના છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, ઝડપથી ફેલાતો ડેલ્ટા વેરિએન્ટ્સ અત્યાર સુધી 135 દેશોમાં મળી આવ્યા છે. ઉપરાંત, WHO એ કહ્યું હતું કે આગામી સપ્તાહ સુધીમાં વિશ્વમાં કોરોનાના કેસ 20 કરોડ સુધી પહોંચી શકે છે.
ઉલ્લેખનીય છે કે ડેલ્ટા વેરિયન્ટની ઓળખ સૌપ્રથમ ભારતમાં થઇ હતી .