ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ જૂન ૨૦૨૧
શુક્રવાર
મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે હવે રાજ્યનું વહીવટીતંત્ર સજાગ થઈ ગયું છે. સાંગલી, સાતારા અને કોલ્હાપુરના અનેક ભાગોમાં અલમટ્ટીડેમમાંથી પાણી છોડવાના કારણે પૂરનો સામનો કરવો પડ્યો છે. દર વર્ષે કોલ્હાપુર, સાંગલી વિસ્તારમાં પૂરનું જોખમ હોય જ છે. ઉપરાંત પંચગંગા અને કૃષ્ણા નદીમાં પાણીની સપાટી વધી જતાં કોલ્હાપુર અને સાંગલી જિલ્લાને એલર્ટ કરાયા છે.
વર્ષ 2019માં સાતારા, સાંગલી વિસ્તારમાં આવેલા પૂરનું પુનરાવર્તન ન થાય એ હેતુસર મહારાષ્ટ્ર સરકાર પહેલેથી જ કાર્યવાહી કરી રહી છે. રાજ્યના જળસંસાધન પ્રધાન જયંત પાટીલ શનિવારે કર્ણાટકના મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પાને મળશે. મુલાકાત દરમિયાન, બંને રાજ્યોમાં ડેમ મૅનેજમેન્ટ અને પૂર નિયંત્રણ માટેની સંયુક્ત યોજનાઓ પર ચર્ચા થશે. કૃષ્ણ નદીમાં પૂર ન આવે એ માટે અલમટ્ટી ડેમના જળનું સરખું નિયોજન મહારાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ છે. દર વર્ષે મહારાષ્ટ્રના લોકો અને કર્ણાટકની કૃષ્ણ ખીણ ચોમાસાથી પ્રભાવિત થાય છે. બંને રાજ્યોએ પૂર નિયંત્રણના કાર્યમાં સંકલિત પ્રયાસની જરૂર છે જેથી નુકસાન ન થાય. તેથી આ બેઠક મહત્વપૂર્ણ છે.
બ્લૅક ફંગસ આ શહેરોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે; જાણો ચારેય શહેરનાં નામ અને શું છે પરિસ્થિતિ
ઉલ્લેખનીય છે કે બીજી તરફ પાલઘર જિલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં 138 મિમી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ પશ્ચિમ કાંઠાના બોઇસર, ચિંચણી, વાણગાંવ અને દહાણુ વિસ્તારમાં થયો હતો. રાત સુધી જિલ્લાના વિવિધ ભાગોમાં વરસાદનાં ઝાપટાં ચાલુ રહ્યાં હતાં.
