ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ફેબ્રુઆરી 2021
મહારાષ્ટ્ર સરકારે હાઉસિંગ સેક્ટર પર નજર રાખવા માટે મહારેરા ની સ્થાપના કરી છે. આ સંસ્થા પોતાનું શ્રેષ્ઠ કામ કરી રહી છે. સરકારે ફરજિયાત બનાવ્યું છે કે તમામ પ્રોજેક્ટ્સ અહીં રજિસ્ટર કરવા પડે.
કુલ મળીને 25,347 પ્રોજેક્ટ રેરા હેઠળ રજિસ્ટર થયા છે. જેમાંથી લગભગ ૫૦૦૦ પ્રોજેક્ટ પૂરા થઈ ગયા છે. 24 હજાર જેટલા રિયલ એસ્ટેટ બ્રોકર રેરા હેઠળ રજીસ્ટર છે. આ તમામ પ્રોજેક્ટને બ્રોકરો પાસે કુલ મળીને ૪૦ લાખ લોકો કામ કરે છે.
આ તમામ લોકોનો ડેટાબેઝ હાલ મહારેરા પાસે છે. તેમજ આ તમામ પ્રોજેક્ટનું કુલ મળીને ઇન્વેસ્ટમેન્ટ ૮ લાખ કરોડ થાય છે. આમ મહારાષ્ટ્ર સરકારે સ્થાપેલી ઓથોરિટી અત્યારે ઘણું મહત્વપૂર્ણ કામ કરી રહી છે.
