News Continuous Bureau | Mumbai
આધુનિકતા સાથે સમાન ધોરણે ખાનગી કુરિયર કંપની(Private courier company)ઓ સાથે સ્પર્ધા કરતા મહારાષ્ટ્ર પોસ્ટ સર્કલ(Maharashtra Post circle) ની માત્ર છ મહિનામાં 500 કરોડની આવક થઈ છે. આ માહિતી ચીફ પોસ્ટ માસ્ટર જનરલ વીણા શ્રીનિવાસે એક ખાનગી મીડિયા હાઉસ સાથે વાતચીત દરમિયાન આપી છે.
તેમણે કહ્યુ કે, કોરોના(Covid19)એ ભલે લોકો વચ્ચે શારીરિક અંતર બનાવી દીધું હોય, પરંતુ તે ભાવનાત્મક અંતર બનાવવામાં ખરાબ રીતે નિષ્ફળ ગયો છે. આ વૈશ્વિક રોગચાળા(Pandemic) માં ટપાલ વિભાગ મુખ્ય ઘટક રહ્યો છે અને મહારાષ્ટ્ર પોસ્ટ સર્કલે સીમલેસ સેવા પૂરી પાડવા માટે ઓનલાઈન વ્યવહારો(Online transaction) પર ભાર મૂક્યો છે. રાજ્યની મોટાભાગની પોસ્ટ ઓફિસોમાં વ્યવહારો હવે 'કેશલેસ' (Cashless) છે.
આ સમાચાર પણ વાંચો : માત્ર અમિતાભ બચ્ચન જ નહીં-આ સ્ટાર્સ પણ હતા સુપરસ્ટાર રેખાના દિવાના-13 વર્ષ નાના એક્ટર સાથે પણ જોડાયું હતું નામ-જાણો તે અભિનેતા વિશે
2022-23માં મહારાષ્ટ્ર સર્કલની કમાણી
-
પોસ્ટલ કામગીરીમાંથી આવક – 347.08 કરોડ
-
સ્પીડ પોસ્ટ (દસ્તાવેજ) – 130.08 કરોડ
-
સ્પીડ પોસ્ટ (પાર્સલ) – 15.36
-
બિઝનેસ પાર્સલ – 2.31 કરોડ
-
રજિસ્ટર્ડ પાર્સલ – 6.94 કરોડ
-
લોજિસ્ટિક પાર્સલ – 5 લાખ
બર્નમાં મુખ્ય મથક ધરાવતા યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપનાની વર્ષગાંઠ નિમિત્તે વિશ્વ ટપાલ દિવસ ઉજવવામાં આવે છે. આની ઉજવણીમાં, ભારતીય ટપાલ વિભાગે 9થી 13 ઓક્ટોબર 2022 સુધી રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યું છે. આ વર્ષનો કોન્સેપ્ટ 'પોસ્ટ ફોર પ્લેનેટ' છે. હેતુ લોકો અને વ્યવસાયોના રોજિંદા જીવનમાં પોસ્ટની ભૂમિકા તેમજ વૈશ્વિક સામાજિક અને આર્થિક વિકાસમાં તેના યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે.
આ સમાચાર પણ વાંચો : આજે અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ- જુઓ તેના ઘરની બહાર લોકોની ભીડ