Site icon News Continuous Bureau | Mumbai

રાહતના સમાચાર: મહારાષ્ટ્રનો ઓમીક્રોનનો પહેલો દર્દી સાજો થઈ ઘર ભેગો થયો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

કોરોનાના નવા વેરિયન્ટે ભારતમાં પણ પગપેસારો કરી લીધો છે. મહારાષ્ટ્રમાં પણ ઓમીક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. એવામાં રાહત પહોંચાડે એવા સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રનો પહેલો અને દેશનો ત્રીજો ડોંબીવલીનો ઓમીક્રોનનો દર્દી સાજો થઈને ઘરે પાછો ફર્યો છે.

મહારાષ્ટ્રના પહેલા કેસ રહેલા 33 વર્ષના આ યુવકને  કલ્યાણના આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યો હતો. સારવાર બાદ આ દર્દી સંપૂર્ણપણે સારો થઈ ગયો છે. હોસ્પિટલથી તેને બુધવારે રજા આપવામાં આવી હતી. તેને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે, છતાં સાત દિવસ તેને હોમ ક્વોરન્ટાઈન રહેવાની સલાહ આપવામાં આવી છે. આ યુવક દક્ષિણ આફ્રિકાથી દિલ્હી થઈને મુંબઈ આવ્યો હતો. 

લો બોલો, વડાપ્રધાન મોદીના માદરે વતન વડનગરમાં ભાજપ પ્રમુખ સહિત ૨૦થી વધુ લોકોના પાકીટ ચોરાયા

કોવિડ રિપોર્ટ અને ઓમીક્રોનરિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પણ આ દર્દીમાં કોઈ ગંભીર લક્ષણો જણાયા નહોતા. છતા તકેદારીના પગલારૂપે આ દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે નેગેટિવ હતા. એ સાથે જ 27 નવેમ્બરથી તેને કલ્યાણ-ડોંબિવલીના ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. એ દરમિયાન બે વખત તેની કોવિડ ટેસ્ટ કરવામાં આવી હતી. બંને ટેસ્ટમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને બુધવારે સાંજે હોસ્પિટલથી રજા આપવામા આવી હતી.  

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version