Site icon

Maharashtra politics : ભાજપ ધારાસભ્ય નિતેશ રાણે સાધ્યું નિશાન, કહ્યું- રાષ્ટ્રવાદી જ સરકારમાં જોડાતા ‘મવિઆ’ લુપ્ત થઈ ગઈ…

Maharashtra politics : ધારાસભ્ય રાણેએ કહ્યું કે વર્ષ ૨૦૧૯માં ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી સાથે દગો કર્યો અને જનતાના અભિપ્રાયનું અપમાન કરીને મુખ્યમંત્રી બનવાની ઈચ્છામાં રાજકારણનો કાદવ કર્યો હતો. તે હાસ્યાસ્પદ છે કે આજે તેઓ ભારતીય જનતા પાર્ટીની ટીકા કરી રહ્યા છે અને અક્કલનું પ્રદર્શન કરી રહ્યા છે.

News Continuous Bureau | Mumbai

Maharashtra politics : ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નિતેશ રાણેમહાવિકાસ આઘાડી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શિવસેના-ભાજપની સાથે સરકારમાં સામેલ થઈ ગઈ છે જેથી હવે મહાવિકાસ આઘાડી સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ છે. ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા. ભાજપના રાજ્ય મીડિયા વિભાગના વડા નવનાથ બન, પ્રદેશ પ્રવક્તા અભિષેક મિશ્રા, ઓમપ્રકાશ ચૌહાણ આ સમયે હાજર રહ્યા હતા. અજિત પવાર અને તેમના સાથીદારોના શપથ ગ્રહણ પ્રસંગે સાંસદ સંજય રાઉત અને દૈનિક સામના દ્વારા ટીકા કરવામાં આવી હતી. તેની સામે રાણેએ આની ખબર લીધી હતી.
ધારાસભ્ય રાણેએ કહ્યું કે વર્ષ ૨૦૧૯માં ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી સાથે દગો કર્યો અને જનતાના અભિપ્રાયનું અપમાન કરીને મુખ્યમંત્રી બનવાની ઈચ્છામાં રાજકારણનો કાદવ કર્યો હતો. તે હાસ્યાસ્પદ છે કે આજે તેઓ ભારતીય જનતા પાર્ટીની ટીકા કરી રહ્યા છે અને અક્કલનું પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે આ વેળા સવાલ કર્યો છે કે, તમે ૨૦૧૯માં જે કર્યું તે મહારાષ્ટ્ર ધર્મ હતો, પરંતુ અમે જે કર્યું તે મહારાષ્ટ્રનો દેશદ્રોહ છે તે બોલતા તમારી જીભ કેમ નથી ખચકાતી!!

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Maharashtra Political Crisis: સાહેબ, ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપો! MNS નેતાઓએ રાજ ઠાકરેને માગણી કરી; MNS પ્રમુખ કહે છે…

ત્રણ પક્ષોની મહાવિકાસ અઘાડીની રચના થઈ ત્યારથી સંજય રાઉત અને દૈનિક સામના દ્વારા અજિત પવારની સતત ટીકા કરવામાં આવી હતી. સંજય રાઉતે શરદ પવારના ઘરમાં ફૂટ પાડવાનો એક કલમી કાર્યક્રમ સંજય રાઉતે ઘડ્યો હતો. મહારાષ્ટ્રમાં શ્રી રાઉતની ગંદી રાજનીતિને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. અજિત પવારના શપથ ગ્રહણ બાદ રાઉતનો આત્મા શાંત થયો હશે આવી આકરી ટીકા ધારાસભ્ય શ્રી રાણેએ કરેલ છે. તેમણે કહ્યું કે પવાર બાદ હવે સંજય રાઉતનું આગામી ટાર્ગેટ કોંગ્રેસમાં ભાગલા પાડવાનું છે, માટે જ નાના પટોલેને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ધા.રાણે દ્વારા એક કટાક્ષ કરતાં એવી ટિપ્પણી કરવામાં આવી હતી છે કે ત્રણ પક્ષોની કાખઘોડી પર ઉભેલા ‘મવિઆ’નું અસ્તિત્વ હવે સમાપ્ત થઈ ગયું છે અને શ્રદ્ધાંજલિની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ભાજપની ટીકા કરતા પહેલા તમારા પોતાના ઘરમાં શું ચાલી રહ્યું છે તેની ચિંતા કરો તેવી ધારાસભ્ય રાણેએ સલાહ રાઉતને આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્ય અને દેશનો વિકાસ મોદી સરકાર અને ભાજપ દ્વારા જ થઈ શકે છે તેવી માન્યતાથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ભાજપ સાથે આવી છે અને હિંદુત્વના મુદ્દા પર કોઈપણ જાતની બાંધછોડ ન કરતા અમારી સરકારની ગતિવિધિઓ ભવિષ્યમાં ચાલુ રહેશે એમ પણ રાણેએ ઉલ્લેખ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો: NIA Raid in Maharashtra : મુંબઈ અને પુણેમાં NIAના દરોડા, 4ની ધરપકડ, ISIS મોડ્યુલનો પર્દાફાશ

 

MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
BMC Election Result 2026: મુંબઈ હવે ‘મહાયુતિ’ના કબજે! BMC સહિત 5 મહાનગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી, ભાજપ અને શિંદે જૂથનો ભવ્ય વિજય
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:BMC ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી! ઠાકરે બ્રાન્ડને નુકસાન
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:ભાજપ મુંબઈનો નવો બોસ છે! બીએમસીમાં પહેલી વાર મળી બહુમતી
Exit mobile version