Site icon

મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મહાવીર જયંતિ રથોત્સવમાં લીધો ભાગ. જૈન મુનિઓના લીધા આશીર્વાદ .. જુઓ વિડીયો..

Maharashtra CM Eknath Shinde visit Ayodhya on April 6, Know details

આખરે નક્કી થઈ ગયું! મુખ્યમંત્રી એકનાથ શિંદે 40 ધારાસભ્યો સાથે 'આ' તારીખે અયોધ્યા જશે, પ્રભુ રામચંદ્રના દર્શન કરશે

News Continuous Bureau | Mumbai

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે ​​મહાવીર જયંતિ નિમિત્તે થાણેમાં શ્રી થાણા જૈન ફેડરેશન દ્વારા આયોજિત ભવ્ય રથયાત્રાને લીલી ઝંડી આપી હતી. તેમજ આ પ્રસંગે તેમણે જૈન મુનિઓના આશીર્વાદ લીધા હતા અને જૈન ભાઈઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

Join Our WhatsApp Community

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વક્તવ્ય આપ્યું હતું કે જૈન સમાજ ભગવાન મહાવીરના માર્ગે ચાલતો અત્યંત શાંતિપ્રિય સમાજ છે. આ સમાજે ક્ષમાશીલ વલણ કેળવવાનું અને માનવજાતના કલ્યાણ માટે કામ કરવાનું પસંદ કર્યું છે. તેમણે આજે ભગવાન મહાવીરની જન્મજયંતિ નિમિત્તે તેમના વિચારો આપણા સૌ માટે પ્રેરણારૂપ બને તેવી સૌને શુભકામનાઓ પાઠવી હતી.

શિંદેએ આ સમયે કહ્યું હતું કે રાજ્યમાં ગઠબંધન સરકાર આવ્યા બાદ તમામ તહેવારો પરના પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે, ત્યારે મહાવીર જયંતિ નિમિત્તે રથયાત્રા પણ એ જ ઉત્સાહ સાથે નીકળી રહી છે. આ અવસરે બોલતા મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે સમાજના તમામ વર્ગોને ન્યાય આપનારી આ સરકાર છે અને તે સામાન્ય લોકોને ન્યાય આપતી રહેશે.

આ પ્રસંગે ધારાસભ્ય પ્રતાપ સરનાઈક, ધારાસભ્ય સંજય કેલકર, ધારાસભ્ય નિરંજન ડાવખરે, ભાજપના પ્રદેશ સચિવ સંદીપ લેલે અને શ્રી થાણા જૈન સંઘના તમામ અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ ક્રાઈમ: કાંદિવલીમાં પ્લેગ્રુપમાં બાળકોની મારપીટ, શિક્ષકોનું ક્રૂર વર્તન CCTVમાં કેદ, બે સામે ગુનો નોંધાયો

BARC fake scientist case: BARC વૈજ્ઞાનિકનો નકલી કેસ: ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર ઝારખંડનો સાયબર કાફે માલિક ઝડપાયો
BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો
Eknath Khadse: ખડસે પરિવાર પર આફત: નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ પર લૂંટ; પોલીસે ગુનો નોંધ્યો
Uddhav Thackeray: દ્ધવ ઠાકરેનો અમિત શાહ પર ગંભીર પ્રહાર: ‘એનાકોન્ડા’ કહી મુંબઈને ગળી જવાનો લગાવ્યો આરોપ
Exit mobile version