Site icon

Eknath Shinde Amit Shah Meeting: મહારાષ્ટ્રમાં મહાયુતી મુશ્કેલીમાં… અમિત શાહ પાસે શિંદેની માંગ – મારા તમામ 13 સાંસદોને ટિકિટ મળવી જોઈએ..

Eknath Shinde Amit Shah Meeting: ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 48માંથી 25 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે શિવસેના 23 બેઠકોથી સંતુષ્ટ થઈ હતી. ભાજપે તેમાંથી 23 જીતી હતી, જ્યારે શિવસેનાએ 18 પર જીત મેળવી હતી. આમાંથી 13 સાંસદો એકનાથ શિંદે સાથે આવ્યા હતા. આ વર્ષે ભાજપ 30 બેઠકો પર લડવા મક્કમ હોવાનું કહેવાય છે. તો શિવસેના આ વર્ષે પણ 22 બેઠકો માટે જીદ્દે ચડી છે.

Mahayuti in trouble in Maharashtra... Eknath Shinde's demand from Amit Shah - All my 13 MPs should get tickets...

Mahayuti in trouble in Maharashtra... Eknath Shinde's demand from Amit Shah - All my 13 MPs should get tickets...

News Continuous Bureau | Mumbai 

Eknath Shinde Amit Shah Meeting: મહાગઠબંધનમાં પક્ષોની સંખ્યા વધ્યા બાદ હવે સીટ ફાળવણીની મૂંઝવણ પણ વધી ગઈ છે. અગાઉ જ્યારે માત્ર શિવસેના-ભાજપ સાથે હતા. ત્યારે ગઠબંધનની ફોર્મ્યુલા પ્રમાણે ટિકિટની વહેંચણી સરળતાથી થઈ શકતી હતી. પરંતુ આ દરમિયાન મોદીની 400 પારની મહત્વાકાંક્ષા છે. તેથી મહાગઠબંધનમાં પાર્ટીઓની સંખ્યા પણ વધી છે. હવે અજિત પવારની આગેવાની હેઠળની NCP સાથે વ્યૂહાત્મક જોડાણ સાથે, કેન્દ્રીય નેતૃત્વ માટે તેમના સાંસદોને સમાવવા પણ અનિવાર્ય બની ગયું છે. આ રીતે હવે શિવસેના પર દબાણ વધી રહ્યું છે. પરંતુ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એ વાત પર મક્કમ છે કે મહારાષ્ટ્રમાં ભાજપ ( BJP ) સાથે ગઠબંધન સરકાર બનાવવા તેમની સાથે જોડાયેલા શિવસેનાના ( Shivsena ) તમામ 13 સાંસદોને ટિકિટ મળવી જોઈએ, એમ સૂત્રોએ જણાવ્યું હતું. 

Join Our WhatsApp Community

ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 48માંથી 25 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે શિવસેના 23 બેઠકોથી સંતુષ્ટ થઈ હતી. ભાજપે તેમાંથી 23 જીતી હતી, જ્યારે શિવસેનાએ 18 પર જીત મેળવી હતી. આમાંથી 13 સાંસદો ( MPs ) એકનાથ શિંદે સાથે આવ્યા હતા. જો કે આ વર્ષે ભાજપની સીટોમાં પણ વધારો થયો છે. આથી ભાજપ 30 બેઠકો ( Lok sabha Seats ) પર લડવા મક્કમ હોવાનું કહેવાય છે. તો શિવસેના આ વર્ષે પણ 22 બેઠકો માટે જીદ્દે ચડી છે. જો આવુ થાય છે તો, કહેવાય છે કે આથી ભાજપ પર દબાણ વધી શકે છે.

 આજે પણ બેઠક વહેંચણીની ચર્ચા જારી રહે તેવી શક્યતા..

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( Amit Shah ) મંગળવારે મુંબઈ પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં શાહ સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર હાજર હતા.

આ સમાચાર પણ વાંચો : Mumbai Pod Taxi Service: બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સને જોડવા માટે પોડ ટેક્સી શરૂ કરવામાં આવશે..

દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર થોડા સમય માટે સાથે હતા, પરંતુ તેઓ પછીથી ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ અમિત શાહે એકનાથ શિંદે સાથે વન ટુ વન મુલાકાત કરી હતી. એકનાથ શિંદે મક્કમ હતા કે તેમની પાર્ટીના તમામ 13 વર્તમાન સાંસદોને ટિકિટ મળે. પરંતુ શાહે તેમને દરેક મતવિસ્તારની વાસ્તવિકતા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો . તેથી, 13 વર્તમાન સાંસદોમાંથી કેટલાકની ટિકિટ કપાય તેવી હાલ આગાહી છે. દરમિયાન આજે પણ બેઠક વહેંચણીની ચર્ચા જારી રહે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. આથી રાજકીય વર્તુળનું ધ્યાન હવે સીટ વિતરણની અંતિમ ફોર્મ્યુલા પર છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version