ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૦ એપ્રિલ 2021
મંગળવાર
મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ મીટિંગમાં બહુ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ મહારાષ્ટ્ર રાજ્યમાં હવે દસમા ધોરણની પરીક્ષા નહીં થાય. સરકારે આ પરીક્ષા સંપૂર્ણપણે રદ કરી છે. બીજી તરફ બારમા ધોરણની પરીક્ષા આવનાર સમયમાં લેવામાં આવશે. જોકે તે ક્યારે લેવામાં આવશે તે સંદર્ભે હજી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. બારમા ધોરણની પરીક્ષા પછી વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી થતું હોય છે આથી બારમા ધોરણની પરીક્ષા બે મહિના પછી લેવામાં આવે તેવી શક્યતા છે.
મહારાષ્ટ્રમાં લોકડાઉન : આવતીકાલે સાંજે 8 વાગ્યાથી કડક લોકડાઉન અમલમાં આવી શકે છે.