News Continuous Bureau | Mumbai
એનસીપીના ( NCP ) પૂર્વ સાંસદ માજિદ મેમણે ( Majid Memon ) ગુરુવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ( NCP Party ) પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ( resigns ) આપી દીધું છે. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું કે તેઓ અંગત કારણોસર પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે.
My gratitude to NCP Chief Hon’ble Sharad Pawarji for giving me honour and invaluable guidance during my 16 years with NCP. For personal reasons I cease to be a member of NCP with immediate effect. My best wishes always with Pawar Saheb and the Party.
— Majeed Memon (@advmajeedmemon) November 24, 2022
પોતાના ટ્વિટમાં તેમણે શું કહ્યું ?
પોતાના ( Majid Memon ) ટ્વિટમાં તેમણે જણાવ્યું છે કે NCPમાં મારી 16 વર્ષની કારકિર્દી દરમિયાન તેમના સન્માન અને અમૂલ્ય માર્ગદર્શન માટે હું NCP પ્રમુખ શરદ પવારનો આભાર માનું છું. હું અંગત કારણોસર NCPનું સભ્યપદ છોડી રહ્યો છું. શ્રી પવાર અને પાર્ટીને ( NCP Party ) મારી શુભેચ્છાઓ છે એવું , મેમણે કહ્યું.
આ સમાચાર પણ વાંચો: ઉદ્ધવસેના સામે નવો પડકાર; શિવસેનાનો કાર્યકારી કાર્યકાળ 13 જાન્યુઆરીએ પૂરો થશે, આગળ શું?
કોણ છે મજીદ મેમણ ?
માજિદ મેમણ ( Majid Memon ) એ ખ્યાતનામ વકીલ છે. તેઓ મુંબઈ શહેરમાં રહે છે અને બોમ્બે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. પોતાના કારકિર્દી દરમિયાન તેમણે અનેક ખ્યાતનામ કેસો લડ્યા છે અને પોતાના ક્લાઈન્ટ ને સારું જજમેન્ટ અપાવ્યું છે. તેઓ ક્રિમિનલ કેસ ના વકીલ છે તેમજ તેમની સલાહને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભૂતકાળમાં તેમની ઉપર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.