News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Shivsena chief Uddhav Thackeray) માટે મુશ્કેલીઓ વધી રહી છે. પહેલા હાથેથી સત્તા જતી રહી, ત્યારે હવે પાર્ટી બચાવવાની લડાઈ ચાલી રહી છે. જેમાં દરરોજ એક નવો વળાંક આવે છે. દરમિયાન એવા અહેવાલ છે કે ધારાસભ્યો(MLAs), કોર્પોરેટરો બાદ હવે શિવસેનાના સાંસદો(MPs) એકનાથ શિંદે(Eknath Shinde)ના જૂથમાં સામેલ થવાના માર્ગે છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde)એ મુંબઈ(Mumbai)ની ટ્રાઈડેન્ટ હોટેલમાં શિવસેના શિંદે જૂથની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં દિલ્હીમાં રહેલા શિવસેનાના 14 સાંસદોએ ઓનલાઈન ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિની ચૂંટણી(president election) બાદ 14 સાંસદોએ શિંદે જૂથને સમર્થન આપ્યું છે. દરમિયાન એકનાથ શિંદે જૂથે શિવસેનાની નવી રાષ્ટ્રીય કાર્યકારિણી(Shiv Sena's new national executive)ની જાહેરાત કરી છે. તેથી શિવસેનાની જૂની કારોબારી સમિતિને ભંગ કરી દેવામાં આવી છે અને સંજય રાઉત(Sanjay Raut)ને પ્રવક્તા પદેથી હટાવી દેવામાં આવ્યા છે. પરંતુ શિવસેના પક્ષ પ્રમુખ તરીકે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ને યથાવત રાખવામાં આવ્યા છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ સમાચાર પણ વાંચો : આ કારણથી મહારાષ્ટ્રના મંત્રીમંડળનું વિસ્તરણ અટકવાની શક્યતા-બધાની નજર દિલ્હી પર-જાણો વિગત
શિવસેનાની નવી રાષ્ટ્રીય કાર્યકારિણીમાં શિવસેનાના મુખ્ય નેતા તરીકે એકનાથ શિંદેની નિમણૂક કરવામાં આવી છે. ધારાસભ્ય દીપક કેસરકર(MLA Deepak Kesarkar)ને પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો વળી શિવસેનાના નેતા તરીકે રામદાસ કદમ, આનંદરાવ અડસુલ તેમ જ વિજય નાહટા, ઉદય સામંત(Uday Samant), તાનાજી સાવંત, ગુલાબરાવ પાટીલ, શરદ પોંકશે, શિવાજીરાવ અઢળરાવ પાટીલ, યશવંત જાધવ (Yashwant Jadhav) શિવસેનાના ઉપનેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે શિવસેના પહેલાથી જ બે જૂથોમાં વહેંચાયેલી છે. કુલ 55 ધારાસભ્યોવાળી પાર્ટીના 40 ધારાસભ્યો મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે છે, જ્યારે અન્ય 15 ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે છે. ગયા અઠવાડિયે જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના તમામ સાંસદો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને ટેકો આપવો તે મુદ્દે ચર્ચા થઈ હતી. તે સમયે મોટાભાગના સાંસદોએ દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાની વાત કરી હતી.