News Continuous Bureau | Mumbai
- PLI 2.0 ના 18 મહિનાના ટૂંકા ગાળામાં પ્રથમ યુનિટ તમિલનાડુમાં કાર્યરત છે; “મેડ ઇન ઇન્ડિયા” લેપટોપની શરૂઆત દર્શાવે છે
- કેન્દ્રીય મંત્રી હવે આત્મનિર્ભર ભારત વિઝનને આગળ વધારવા માટે ઇલેક્ટ્રોનિક ઘટક ઇકોસિસ્ટમના સ્વદેશી વિકાસ માટે હાકલ કરે છે
- MeitYના સમર્થનથી તમિલનાડુ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં પાવરહાઉસ તરીકે ઉભરી રહ્યું છે, જે ₹1.3 લાખ કરોડનું ઉત્પાદન અને ભારતની નિકાસમાં 30% યોગદાન આપે છે
- PLI 2.0 ભારતની IT હાર્ડવેર ક્રાંતિને વેગ આપે છે: ₹10,000 કરોડનું ઉત્પાદન અને 18 મહિનામાં 3,900 નોકરીઓનું સર્જન
Make in India: ભારતના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્ર માટે એક અભૂતપૂર્વ વિકાસમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે ચેન્નાઇમાં સિરમા એસજીએસ ટેકનોલોજીની અત્યાધુનિક લેપટોપ એસેમ્બલી લાઇનનું ઉદઘાટન કર્યું હતું.
મદ્રાસ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (એમઇપીઝેડ)માં આવેલી આ સુવિધા ભારતની ‘મેક ઇન ઇન્ડિયા’ સફરમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તનનો સંકેત આપે છે, જે મોબાઇલ ફોનથી આઇટી હાર્ડવેર, ખાસ કરીને લેપટોપ્સ સુધી પોતાનું વર્ચસ્વ વિસ્તૃત કરે છે.
આ સમાચાર પણ વાંચો: CM Yogi Adityanath: UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં કરી મુલાકાત
Make in India: ‘મેક ઇન ઇન્ડિયા‘માં એક માઇલસ્ટોન
નવી એસેમ્બલી લાઇન શરૂઆતમાં વાર્ષિક 100,000 લેપટોપનું ઉત્પાદન કરશે, જેની સ્કેલેબલ ક્ષમતા આગામી 1-2 વર્ષમાં 1 મિલિયન યુનિટ સુધીની હશે. સિરમા એસજીએસ હાલમાં ચેન્નાઇમાં ચાર મેન્યુફેક્ચરિંગ યુનિટ્સનું સંચાલન કરે છે, તેના યુનિટ 3 એ હવે લેપટોપનું ઉત્પાદન શરૂ કર્યું છે.
ઉદઘાટન પ્રસંગે શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “આગામી સમયમાં ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ પણ વિકસાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આપણે સાવચેતીપૂર્વક કામ કરવું જોઈએ. આ ભારત માટે માત્ર એક મોટી વિકાસ ગાથાને જ આગળ વધારશે નહીં, પરંતુ આત્મનિર્ભરતા અને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન લેન્ડસ્કેપમાં આપણી સ્થિતિને મજબૂત કરવાના અમારા દ્રષ્ટિકોણ સાથે પણ સુસંગત છે.”
આઇટી હાર્ડવેર માટેની પીએલઆઈ 2.0 યોજનાનો એક ભાગ, આ પહેલ, ઉચ્ચ-મૂલ્યવાળા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ભારતની વધતી જતી ક્ષમતાઓને પ્રકાશિત કરે છે અને આઇટી હાર્ડવેરમાં રાષ્ટ્રની આત્મનિર્ભરતાને મજબૂત બનાવે છે.
આ સમાચાર પણ વાંચો: Ayush Mela: પલસાણામાં આયુષ મેળાની ધમાકેદાર યોજના, આટલા લાભાર્થીઓને મફત આયુર્વેદ અને હોમીયોપેથી સારવારનો મળ્યો લાભ
Make in India: એસેમ્બલી લાઈનની મુખ્ય હાઈલાઈટ્સ
- વૈશ્વિક ભાગીદારી: સિરમા એસજીએસએ તાઇવાનની અગ્રણી ટેકનોલોજી કંપની માઇક્રો-સ્ટાર ઇન્ટરનેશનલ (એમએસઆઇ) સાથે ભાગીદારી કરી છે, જે ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા લેપટોપનું ઉત્પાદન કરે છે અને સ્થાનિક અને વૈશ્વિક બંને બજારોને પૂરા પાડે છે.
- સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે: આ સુવિધા નાણાકીય વર્ષ 2026 સુધીમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં 150-200 વિશિષ્ટ રોજગારીનું સર્જન કરશે એવી ધારણા છે, જે તમિલનાડુનાં પ્રાદેશિક અને ભારતનાં રાષ્ટ્રીય અર્થતંત્ર એમ બંને પર નોંધપાત્ર અસર કરશે. જે આ ક્ષેત્રમાં ભાવિ કાર્યબળને આકાર આપશે અને વધારશે તેવી ધારણા છે.
- વર્લ્ડ ક્લાસ સ્ટાન્ડર્ડ્સ: ઉત્પાદિત લેપટોપ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના માપદંડોને પૂર્ણ કરશે, જે ભારતની વિકસતી તકનીકી અને ઉત્પાદન ક્ષમતાને પ્રદર્શિત કરશે.
Make in India: ભારતનું રાઇઝિંગ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્ર
છેલ્લા એક દાયકામાં ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઝડપથી વિકાસ થયો છે, કુલ ઉત્પાદન 2014માં ₹2.4 લાખ કરોડથી વધીને 2024માં ₹9.8 લાખ કરોડ થયું છે. માત્ર મોબાઇલ મેન્યુફેક્ચરિંગ જ ₹4.4 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જેમાં 2024માં ₹1.5 લાખ કરોડની નિકાસ થઈ હતી.ભારતમાં વપરાતા 98% મોબાઇલ ફોનનું ઉત્પાદન હવે ભારતમાં થઈ રહ્યું છે, જેમાં સ્માર્ટફોન્સ ભારતમાંથી ચોથી સૌથી મોટી નિકાસ વસ્તુ બની છે.
Make in India: તમિલનાડુ: મુખ્ય ફાળો આપનાર
તમિલનાડુમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઇઆઇટીવાય)ની વિવિધ યોજનાઓ હેઠળ 47થી વધારે ઉત્પાદન એકમોને ટેકો આપવામાં આવ્યો છે. રાજ્ય મોટા પાયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) યોજનાના સૌથી મોટા લાભાર્થીઓમાંનું એક છે, જેમાં પીએલઆઈ 2.0 હેઠળ મંજૂર થયેલા 27 એકમોમાંથી સાત અહીં સ્થિત છે. આ પહેલ હેઠળના પ્રથમ એકમનું ઉદઘાટન ગઈકાલે કરવામાં આવ્યું હતું.
વધુમાં, તમિલનાડુને સ્કીમ ફોર પ્રમોશન ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સ એન્ડ સેમિકન્ડક્ટર્સ (એસપીઇસીએસ) જેવા કાર્યક્રમો મારફતે નોંધપાત્ર ટેકો મળ્યો છે, જેમાં ચાર અરજીઓને રૂ.1,200 કરોડનું એમઇઆઇટીવાય (MeitY) સમર્થન મળ્યું છે, અને મોડિફાઇડ સ્પેશિયલ ઇન્સેન્ટિવ પેકેજ સ્કીમ (એમ-સિપ્સ), જેણે ₹15,000 કરોડની રોકાણ ક્ષમતા ધરાવતી 33 અરજીઓને આકર્ષી છે, તેને એમઇઆઇટીવાય પાસેથી ₹1,500 કરોડનું સમર્થન મળ્યું છે. આ પહેલોએ સાથે મળીને તામિલનાડુની કંપનીઓને અત્યાર સુધીમાં ૧.૩ લાખ કરોડથી વધુનું કુલ ઉત્પાદન હાંસલ કરવામાં સક્ષમ બનાવી છે.
રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર (ઇએમસી) પણ આવેલું છે, જે પિલ્લાઈપક્કમ વિલેજ, શ્રીપેરુમ્બુદુર ખાતે આવેલું છે, જેની સ્થાપના મેસર્સ સ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ પ્રમોશન કોર્પોરેશન ઓફ તમિલનાડુ (સિપકોટ) દ્વારા કરવામાં આવી છે. ભારત સરકારના સમર્થનમાં ₹210 કરોડ સહિત ₹420 કરોડના પ્રોજેક્ટ કોસ્ટ સાથે આ ક્લસ્ટરમાં ₹8,700 કરોડનું રોકાણ આકર્ષવામાં આવશે અને 36,300 રોજગારીનું સર્જન થવાની ધારણા છે. ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં તમિલનાડુનું યોગદાન આશરે 30 ટકા છે, જે આ ક્ષેત્રમાં તેની મુખ્ય ભૂમિકાને રેખાંકિત કરે છે. ઉલ્લેખનીય છે કે, લેટેસ્ટ આઇફોન 16 પ્રો “મેડ ઇન ઇન્ડિયા” છે. જેનું ઉત્પાદન તમિલનાડુમાં કરવામાં આવ્યું છે તેનું ગૌરવ છે.
તમિલનાડુ રાજ્યમાં યોજના મુજબ લાભાર્થીઓની માહિતી અહીંથી મેળવી શકાશે.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Politics : શિંદેની શિવસેનાએ કોંગ્રેસ, શરદ પવાર જૂથને આપ્યો ઝટકો, નાશિકના મોટા નેતાઓ શિવસેનામાં જોડાયા..
Make in India: લેપટોપ ઉત્પાદન માટે ઉજ્જવળ ભવિષ્ય
સિરમા એસજીએસની લેપટોપ એસેમ્બલી લાઇનનું ઉદઘાટન ભારતની ઇલેક્ટ્રોનિક્સ સફરમાં એક નવા અધ્યાયનું પ્રતીક છે, જે આયાત પરની નિર્ભરતામાં ઘટાડો, રોજગારીની તકોમાં વધારો અને વિશ્વ-સ્તરીય ઉત્પાદન ક્ષમતાઓ માટે માર્ગ મોકળો કરે છે. જેમ જેમ આ સુવિધા ઉત્પાદનમાં વધારો કરશે, તેમ તેમ ભારત આઇટી હાર્ડવેર ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવાની તૈયારીમાં છે.
Make in India: IT હાર્ડવેર માટે PLI 2.0 ની સ્થિતિ
આઇટી હાર્ડવેર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) 2.0, 29 મે, 2023 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ પાત્ર કંપનીઓને 5 ટકા પ્રોત્સાહન આપીને ભારતની ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો છે.
આ યોજનામાં લેપટોપ, ટેબ્લેટ્સ, ઓલ-ઇન-વન પીસી, સર્વર્સ અને અલ્ટ્રા-સ્મોલ ફોર્મ ફેક્ટર ડિવાઇસ જેવા ઉત્પાદનોને આવરી લેવામાં આવ્યા છે. ₹3,000 કરોડના અંદાજિત રોકાણ સાથે પીએલઆઈ 2.0 ₹3.5 લાખ કરોડનું ઉત્પાદન વધારશે અને દેશભરમાં 47,000 રોજગારીનું સર્જન કરશે તેવી અપેક્ષા છે.
આ યોજનાએ રૂ. 520 કરોડના કુલ રોકાણો, ₹10,000 કરોડના ઉત્પાદન સાથે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે, અને 3,900 નોકરીઓનું સર્જન કર્યું છે (ડિસેમ્બર 2024 સુધીમાં).
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.