ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 જુલાઈ 2020
મુંબઈની માલવણી અંબુઝવાડી ઝૂંપડપટ્ટીની એક એવી શાળા જયાનું એક દંપતી છેલ્લા 4 મહિનાથી તમામ વિદ્યાર્થીઓ ના ઘરોમાં રાશન મોકલાવી રહ્યુ છે. જ્યારે રાશનના માટે પૈસા ખુટી ગયા અને શિક્ષકોને આપવા માટે કોઈ પગાર બાકી ન હતો ત્યારે, શાળાના આચાર્યએ ઘર ખરીદવા માટે તેના પતિના પી.એફ.ના પૈસા ઉપાડયા હતાં તેમાંથી ગરીબ પરિવારનાં ઘરમાં રાશન આપ્યું. એટલું જ નહીં, સ્કૂલના તમામ બાળકોની 3 મહિનાની ફી પણ માફ કરી દીધી છે.
માલવણી માં રહેતું આ દંપતી માં પતિ જાણીતી પરફ્યુમ કંપનીમાં મેનેજર લેવલે જોબ કરે છે જ્યારે પત્ની ઉપરોકત શાળામાં પ્રિન્સિપલ છે. પાછલાં 10 વર્ષથી આ વિસ્તારમાં શાળા ચલાવતા હોવાથી દંપતી તમામ વિદ્યાર્થીઓના વાલીઓને પણ જાણતાં હતા. કોરોનાને કારણે અચાનક લોકડાઉન લાગુ થતાં થોડાં દિવસ વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સીપાલ નો સંપર્ક તૂટી ગયો હતો પરંતુ જ્યારે તેને ખબર પડી કે તેના વિદ્યાર્થીઓના વાલીઓ પાસે ખાવાના પૈસા કે રાશન નથી ત્યારે તેને પોતાના પતિના PF ના પૈસા થી ઝૂપડપટ્ટી માં રાશન પહોચાડ્યું હતું અને આ કામ હજી પણ ચાલુ જ છે. આ ઘટના પરથી યાદ આવે છે કે, રોજેરોજ સમાચારોમાં છપાતું હોય છે કે ખાનગી શાળાઓના સંચાલકો બાળકો અને વાલીઓ પાસે ફી ભરવા માટે દબાણ લાવી રહ્યા છે. એવા સંજોગોમાં માલવણીની આ શાળાના પ્રિન્સિપલ અને એમના પતિએ મળીને વિદ્યાર્થીઓની તમામ ફી માફ કરી દીધી છે એટલું જ નહીં તમામના ઘરે ચાર મહિનાથી રાશન પહોંચાડી રહ્યા છે. જે સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com