ગજબ કે’વાય.. પરીક્ષા ખંડમાં 500 છોકરીઓ વચ્ચે પોતાને એકલો જોતા બેહોશ થઈ ગયો યુવક.. પછી શું થયું? જાણો અહીં..

Pune: Four Caught In SRPF Exam Cheating Using Bluetooth Microphones And Spy Cameras; Watch Video

News Continuous Bureau | Mumbai

બિહારના નાલંદા જિલ્લામાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વિદ્યાર્થી ત્યારે બેહોશ થઈ ગયો જ્યારે તેને ખબર પડી કે તે 500 છોકરીઓથી ભરેલા હોલમાં એકલો છે.

બિહાર શરીફની અલ્લામા ઇકબાલ કોલેજનો એક વિદ્યાર્થી બ્રિલિયન્ટ સ્કૂલમાં ઇન્ટરમીડિયેટની પરીક્ષા આપવા ગયો હતો. ત્યાં તેને ખબર પડી કે 500 છોકરીઓથી ભરેલા રૂમમાં તે એકમાત્ર છોકરો છે, તે ગભરાઈને બેહોશ થઈ ગયો.

વિદ્યાર્થીના સંબંધીઓએ શું કહ્યું?

વિદ્યાર્થીના સંબંધીએ જણાવ્યું કે તે ગભરાટને કારણે બેહોશ થઈ ગયો, તેને તાવ આવ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે તે પરીક્ષા કેન્દ્ર પર ગયો તો તેણે જોયું કે રૂમ છોકરીઓથી ભરેલો હતો, જેના કારણે તે નર્વસ થઈ ગયો અને તેને તાવ આવી ગયો. વિદ્યાર્થીને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત હાલ સ્થિર છે.

આ સમાચાર પણ વાંચો :  ગુજરાતમાં 182માંથી કોંગ્રેસ-આપ પાસે મળીને વિપક્ષી 23 ધારાસભ્યો, વિપક્ષને સંખ્યા જોઈએ છે 26, ભાજપ પદ નહીં આપે

બિહારમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ

મહત્વનું છે કે બિહારમાં બુધવાર, 1 ફેબ્રુઆરી, 2023 થી ઉચ્ચ માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. આ માટે રાજ્યમાં 1464 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આ વખતે કુલ 13 લાખ 18 હજાર 227 વિદ્યાર્થીઓ ઇન્ટર પરીક્ષા આપી રહ્યા છે. જેમાં 6 લાખ 36 હજાર 432 છોકરીઓ અને 6 લાખ 81 હજાર 795 છોકરાઓનો સમાવેશ થાય છે. બિહાર શાળા પરીક્ષા બોર્ડ પરીક્ષાનું સંચાલન કરી રહ્યું છે.