ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ,
૮ ઓગસ્ટ 2021, રવિરવાર
મહારાષ્ટ્રના પૂના વિસ્તારમાં આગામી દિવસો દરમિયાન lockdown ના નિયમો વધુ હળવા કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારે જાહેરાત કરી છે કે પૂના શહેરમાં હવે મોલ અને રેસ્ટોરન્ટ આખો દિવસ દરમિયાન ખુલ્લા રહી શકશે.
પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે મોલ રાત્રે 8:00 સુધી અને રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે દુકાનો ઉપરથી તમામ પ્રકારના પ્રતિબંધો ખસેડવામાં આવ્યા છે.
તેમણે આ જાહેરાત કરતા એમ જણાવ્યું હતું કે હું આ શહેરના કોરોના સંદર્ભે ના આંકડા જોઈને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
