ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી આ વખતે ભવાનીપુરથી પેટાચૂંટણી લડી રહ્યાં છે. એ માટે તેમણે નામાંકનપત્ર નોંધાવી દીધું છે.
ભવાનીપુરથી ઉમેદવાર પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીની સંપત્તિ વિશેની જાણકારી સામે આવી છે. આ જાણકારી તેમણે પોતાનું ઉમેદવારી ફૉર્મ ભરતી વખતે આપી છે. એ મુજબ તેમની પાસે ફક્ત 69,255 રૂપિયા રોકડા છે.
આની પહેલાંની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી લડવા મેદાનમાં ઊભાં હતાં. જ્યાં તેમનો સામનો શુભેંદુ અધિકારીથી હતો. તે ચૂંટણીમાં મમતા બેનર્જીની હાર થઈ હતી. તે ચૂંટણી સોગંદનામામાં મમતા બેનર્જીએ પોતાની સંપત્તિમાં 12,02,356 રૂપિયાની જમા રાશિ દર્શાવી હતી.
મમતા બેનર્જી પાસે 9 ગ્રામનાં આભૂષણ છે, જેનું મૂલ્ય 43,837 રૂપિયા છે. એ ઉપરાંત તેમની પાસે કુલ બેંક બેલેન્સ 13,53,356 રૂપિયા છે. એમાંથી નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં 18,490 રૂપિયા રાખ્યા છે.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજીનામા પત્ર માં શું લખ્યું છે. વાંચો અહીં.
ચૂંટણી આયોગ દ્વારા જારી થયું પેટાચૂંટણીનું સમયપત્રક
ભવાનીપુર મમતા બેનર્જીની પરંપરાગત બેઠક છે, ત્યાં 30 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી થવાની છે. ચૂંટણી આયોગ દ્વારા બહાર પડેલ અધિસૂચના અનુસાર 30 સપ્ટેમ્બરના દિવસે ચૂંટણી અને 3 ઓક્ટોબરે મત ગણતરી યોજાશે. આ બેઠક પરની જીત જ મમતા બેનર્જી મુખ્ય મંત્રીપદ પર ટકી રહેશે કે નહીં એ નક્કી કરશે.