કોલકાતા હાઇકોર્ટ તરફથી મુખ્યમંત્રી મમતા બેનરજીને મોટો ઝટકો લાગ્યો છે.
કોર્ટે જજ પર સવાલ ઉઠાવવાના મામલે 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ કૌશિક ચંદાએ પોતાના પર લાગેલા આરોપો નિરાધાર જણાતા આ કાર્યવાહી કરી છે. સાથે પોતાને આ કેસથી અલગ કરી લીધા છે.
આ પૈસાનો ઉપયોગ કોવિડ-19 પીડિત પરિવારોના સભ્યોની મદદ માટે કરાશે.
મમતા બેનર્જીએ નંદીગ્રામમાં હાર બાદ કોર્ટમાં દાખલ કરેલી અરજીની સુનાવણી માટે જજ બદલવાની માગણી કરી હતી. મમતાએ જસ્ટિસ ચંદા પર ભાજપ સાથે સંબંધનો આરોપ લગાવ્યો હતો.
અભી બોલા અભી ફોક : મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય બુમરેંગ થયો. ગ્રામીણ ભાગમાં શાળાઓ નહીં ખૂલે. જાણો વિગત.
