ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રી મુરલીધર ના કાફલા પર હુમલો થયો હતો. આ સંદર્ભે કેન્દ્રીય મંત્રી ની માફી માગવાની વાત તો દૂર પરંતુ તેનાથી વિપરીત મમતા બેનરજીએ કેન્દ્રીય મંત્રીઓ બંગાળના આવે તેવી ગોઠવણ કરવાની શરૂઆત કરી દીધી છે. મમતા બેનરજીએ એવી જાહેરાત કરી છે કે દિલ્હીથી આવનાર દરેક મંત્રીએ સૌથી પહેલાં બંગાળમાં કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ કોરોના ટેસ્ટ જો પોઝિટિવ નીકળ્યો તો તે મંત્રીને રાજ્યમાં quarantine કરવામાં આવશે. જો નેગેટિવ હશે તો રાજ્યના કાયદા પ્રમાણે જે વિસ્તારમાં જઈ શકાતું હશે ત્યાં મોકલવામાં આવશે અને તથા તેમણે રાજ્યના કાયદાનું પાલન કરીને મર્યાદિત જગ્યાએ જવું પડશે.
આમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર સામે ફરી એક વખત શીંગડા ભેરવ્યા છે.
