Site icon

Mamera Ceremony :મામાએ ભાણીના લગ્નમાં દિલ ખોલીને આપ્યું મામેરું, જોતાં જ રહી ગયા સંબંધીઓ, જુઓ વાયરલ વીડિયો

Mamera Ceremony : હરિયાણાના રેવાડી શહેરમાં એક વ્યક્તિએ પોતાની ભાણીના લગ્નમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ ભાત (મામેરું) ભરીને એવો દાખલો બેસાડ્યો છે કે તેની માત્ર ગામમાં જ નહીં પરંતુ દેશભરમાં ચર્ચા થઈ રહી છે. ભાઈએ તેની વિધવા બહેનના ઘરે એક કરોડ, 1 લાખ, 11 હજાર 101 રૂપિયા રોકડા આપ્યા. એટલું જ નહીં, તેણે કરોડો રૂપિયાની જ્વેલરી પણ આપી. આ મામેરામાં આપેલા કેશનો વિડિયો ખૂબ ચર્ચામાં છે.

Bride gets over Rs 1 cr cash in 'mamera' ceremony, video goes viral

Bride gets over Rs 1 cr cash in 'mamera' ceremony, video goes viral

News Continuous Bureau | Mumbai

Mamera Ceremony : હરિયાણાના રેવાડી શહેરમાં મામેરાંની અનોખી વિધિ જોવા મળી છે. અહીં ભાઈઓએ લગ્ન માટે બહેનના આપવામાં આવતા મામેરામાં 1 કરોડ, 1 લાખ, 11 હજાર 111 રૂપિયા રોકડા આપ્યા.

Join Our WhatsApp Community

જુઓ વાયરલ વીડિયો

 

મામેરામાં માત્ર 1 કરોડ, 1 લાખ, 51 હજાર 101 રૂપિયા રોકડા 

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ અહીં રેવાડીમાં એક ભાઈએ તેની એકમાત્ર બહેનના ઘરે ચલણી નોટો ફેલાવી ત્યારે લગ્નમાં હાજર તમામ લોકોની આંખો ચકરાઈ ગઈ હતી. ભાઈએ મામેરામાં માત્ર 1 કરોડ, 1 લાખ, 51 હજાર 101 રૂપિયા રોકડા જ નહીં, કરોડો રૂપિયાના દાગીના પણ મુક્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે ચર્ચાનો વિષય બન્યો છે.
મહત્વનું છે કે કન્યાના મામાનો પોતાનો ક્રેનનો વ્યવસાય છે. સારી એવી જમીન અને મિલકતની માલિકી ધરાવે છે. આવી સ્થિતિમાં જ્યારે તેની બહેનની પુત્રીના લગ્ન આવ્યા ત્યારે તેણે એવું મામેરું ભર્યું કે જેની હવે આખા દેશમાં ચર્ચા થઈ રહી છે. જો કે, આ ચર્ચામાં ટીકા અને વખાણ બંને શામેલ છે. લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના માટે કેટલાક લોકો મામાના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેને દહેજ પ્રથા અને દેખાડો કહીને ખોટું ગણાવી રહ્યા છે. તો ઘણા લોકો તેને છોકરીના મામાનું મોટું દિલ કહી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચોઃ  Manipur : ઐતિહાસિક સિદ્ધિ! મણિપુરના સૌથી જૂના આ બળવાખોર જૂથ એ શસ્ત્રો મૂક્યા, શાંતિ કરાર પર કર્યા હસ્તાક્ષર…

મામેરું એટલે શું

જ્યારે દીકરીના લગ્ન થાય ત્યારે દીકરીના મામા દ્વારા જે ભાત ભરવામાં આવે છે તેને મામેરું કહે છે. મામેરું દરમિયાન, માતૃપક્ષ તેમની બહેનને કપડાં, ઘરેણાં, પૈસા અને અન્ય વસ્તુઓ આપે છે. તેમાં બહેનના સાસરિયાં માટેનાં કપડાં અને ઘરેણાં પણ હોય છે.

 

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version