ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૨ મે 2021
રવિવાર
તૃણમૂલ કોંગ્રેસનાં સર્વેસર્વા એવા મમતા બેનર્જી નંદીગ્રામ ચૂંટણીમાં હાર તરફ આગળ વધી રહ્યા છે. તેમની સામે શુભેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે. શુભેન્દુ અધિકારી સવારે ૧૦ વાગ્યા સુધી મમતા બેનર્જી થી 8000 આગળ ચાલી રહ્યા છે. જોવાની બાબત એ છે કે જેમ જેમ ચૂંટણી આગળ વધી રહી છે તેમ તેમ મમતા બેનરજીનો હારવાનો આંકડો વધી રહ્યો છે. પહેલા રાઉન્ડ પછી મમતા બેનર્જી 3000 વોટ થી પાછળ હતા. ત્યારબાદ જેમ જેમ રાઉન્ડ આગળ વધતા ગયા ટીમ આ અંતર વધતું ગયું.
જોવાનું એ છે કે બપોર પછી પરિસ્થિતિ શું રહે છે.