ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 જૂન 2021
બુધવાર
ભ્રષ્ટ કારભાર સામે નારાજગી વ્યક્ત કરવા નવી મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલય સામે જ એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને તુરંત તાબામાં લીધો હતો. પાલિકાના અધિકારી ખોટા આરોપ કરી પૈસા વસૂલ કરતા હોવાનો આરોપ પણ આ યુવકે કર્યો હતો.
પાલઘરમાં માત્ર ૧૨ કલાકની બાળકી કોરોના પૉઝિટિવ; માતા નેગેટિવ, જાણો વિગત
પાલિકાના અધિકારીઓને સાધીને રાજકીય વ્યક્તિઓ સામાન્ય નાગરિકોને લૂંટી રહ્યા છે. એવો આરોપ નવી મુંબઈના ઘણસોલીમાં રહેતા યોગેશ ચવ્હાણે કર્યો હતો. થોડા દિવસ પહેલાં પણ તેણે પાલિકા ઑફિસ બહાર આંદોલન કર્યું હતું. ખોટી ફરિયાદ કરનારાઓને પાલિકાએ ગણકારવું નહીં એવી માગણી પણ તેણે કરી હતી. સતત એક વ્યક્તિ વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરીને તેને માનસિક રીતે સતાવવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ તેણે કરી હતી, પરંતુ પાલિકા અધિકારીઓએ તેને પ્રતિસાદ આપ્યો નહોતો. છેવટે પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધમાં તેણે આત્મહત્યા જેવું ભારે પગલું ઊંચક્યું હતું. જોકે પોલીસે તાબામાં લઈને તેને એમ કરતા અટકાવ્યો હતો.