ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મધ્ય પ્રદેશમાં સરપંચ પદ માટે ચૂંટણી નહીં લેતા નિલામી કરીને પદ વેચવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. મધ્ય પ્રદેશના એક ગામમાં રહેવાસીએ સૌથી વધુ બોલી લગાવતા તેને સરપંચપદ વેચી દેવામાં આવ્યું હતું. અન્ય ચાર લોકોને હરાવીને આ શખ્સ 44 લાખ રૂપિયાની બોલી લગાવીને આ પદ જીતી ગયો હતો. જોકે બીજી તરફ સ્થાનિક પ્રશાસનના અધિકારીએ આ પદ માટે થનારી ચૂંટણીમાં ઉમેદવારીપત્રક દાખલ કરવાથી લઈને તમામ પ્રક્રિયા પાળવી પડશે એવું કહ્યું હતું.
મધ્ય પ્રદેશના અશોક નગર જિલ્લામાં ભટૌલી ગ્રામપંચાયતમાં આ નિલામી કરવામાં આવી હતી. ઈચ્છુક પદ માટે કોઈ વિવાદ થાય નહીં તેની ખાતરી કરવામાં આવશે. આ પદ્ધતીએ ઉમેદવાર મત જીતવા માટે દારૂ અને પૈસા વહેંચવાનો કિમિયો અજમાવે નહીં એવો દાવો ગામના સ્થાનિકોએ કર્યો છે.
સ્થાનિક પ્રશાસને જોકે આ પ્રક્રિયાને માન્ય રાખશે નહીં એવું કહ્યું હતું. જેને પણ સરપંચ બનવું હોય તેણે ચૂંટણી લડવી પડશે અને તે માટે ફોર્મ ભરવું પડશે