News Continuous Bureau | Mumbai
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામના મુખ્ય માર્ગ પર આવેલા સાતગાળા પાસે હાઇવા ચાલકે બાઈક સવારને અડફેટે લેતાં ત્રણ પૈકી એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય બીજા ઈજાગ્રસ્તને સારવાર અર્થે 108 મારફતે કામરેજ લઈ જવાયો હતો. કોસાડથી કામરેજના ગલતેશ્વર મંદિર દર્શને જઇ રહેલા બાઈક ચાલકને દર્શન પહેલા જ કાળ ભરખી ગયો.


પ્રાપ્ત માહિતી અનુસાર બાઈક સવાર કોસાડથી કામરેજના ગલતેશ્વર મંદિર ખાતે દર્શન માટે જઈ રહ્યા હતા.ત્યારે કામરેજના ઘલા પાટીયાથી ઘલા સાતગાળા પાસેના ટર્ન નજીક બૌધાન તરફથી આવી રહેલા હાઇવા ચાલકે બાઈકને અડફેટે લીધી હતી. ભયંકર રીતે થયેલા અકસ્માતમાં બાઈકનું આગળનું વ્હીલ છૂટું પડી ગયું હતું. જ્યારે ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.


આ સમાચાર પણ વાંચો : મેન ઈન્ડસ્ટ્રીઝ (ઈન્ડિયા) લિમિટેડે ગુજરાતના અંજારમાં ઈ.આર.ડબ્લ્યુ એપીઆઈ ગ્રેડ લાઈન પાઈપ પ્લાન્ટ લોન્ચ કર્યો
અકસ્માતની ધટનાની જાણ થતાં ઘલા ગામના ગ્રામજનો પૈકી હાજર 108 ને ફોન કરતાં ઘટના સ્થળે આવી પહોંચેલી 108 મારફતે ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે કામરેજ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યારે મૃતક ની લાશને કામરેજ સરકારી દવાખાને પી.એમ માટે લઈ જવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે કામરેજ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.