News Continuous Bureau | Mumbai
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં બુધવારે એક વ્યક્તિ રિવોલ્વર સાથે સ્કૂલના ક્લાસરૂમમાં પ્રવેશ્યો હતો. જેના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો. આ વ્યક્તિએ તેના ટ્રાઉઝરમાં છરી પણ રાખી હતી. આ વ્યક્તિએ કથિત રીતે સાતમા ધોરણના વિદ્યાર્થીઓને બંદૂકની અણી પર બંધક બનાવ્યા હતા. આ પછી પોલીસે બાળકોને બચાવ્યા અને આરોપી વ્યક્તિને કસ્ટડીમાં લીધો.
ચોંકાવનારૂ.. #બંદૂક સાથે #સ્કૂલમાં ઘૂસ્યો એક વ્યક્તિ, #બાળકોને બનાવ્યા બંધક. #વાલીઓનો જીવ તાળવે ચોંટ્યો.. જુઓ #વિડીયો #school #gunman #kids #parents #teacher #Westbengal #viralvideo #newscontinuous pic.twitter.com/DsedjuuhnI
— news continuous (@NewsContinuous) April 27, 2023
મીડિયા રિપોર્ટ મુજબ ચોંકાવનારી ઘટના માલદા જિલ્લામાં સ્થિત એક હાઈસ્કૂલની છે. એવું જાણવા મળે છે કે વિદ્યાર્થીઓ ક્લાસમાં હતા ત્યારે વ્યક્તિ ક્લાસરૂમમાં પ્રવેશ્યો હતો. તેની પાસે તેના ટ્રાઉઝરમાં છરી પણ હતી, તેમજ મર્ક્યુરિક એસિડ ભરેલી બે બોટલ હતી. પોલીસે પહેલા તેને પકડી લીધો અને પછી ધરપકડ કરી. એક અધિકારીએ આ માહિતી આપી. આ ઘટના બાદ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સંભવિત શાળા બંધક સંકટને ટાળવા માટે પોલીસની પ્રશંસા કરી હતી.
