Site icon

લ્યો બોલો… ગર્લફ્રેન્ડને ન્યાય અપાવવા યુવકે ભર્યું ખતરનાક પગલું, મંત્રાલયના છઠ્ઠા માળેથી લગાવી દીધી છલાંગ. જુઓ વિડીયો 

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર (Maharashtra) ના બીડ જિલ્લાના એક યુવકે મંત્રાલયના (Ministry) છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યાનો (suicide) પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે, સદનસીબે સુરક્ષા વ્યવસ્થાના કારણે યુવકનો જીવ બચી ગયો હતો. 

Join Our WhatsApp Community

 

મીડિયા રિપોર્ટ મુજબ આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવક બીડ જિલ્લાના (Beed District) આષ્ટીનો વતની છે. પ્રાથમિક માહિતી મુજબ યુવકનું કહેવું છે કે તેની ગર્લફ્રેન્ડ સાથે દુર્વ્યવહાર થયો છે. ચાર વખત પત્ર મોકલ્યા બાદ પણ તેની ફરિયાદને ધ્યાને લેવામાં આવતા તેણે પગલું ભર્યું હતું. જ્યારે મહાવિકાસ અઘાડીની સરકાર હતી. ત્યારે યુવકે તેની ગર્લફ્રેન્ડ સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાવી મુખ્યમંત્રી સમક્ષ કાયર્વાહીની માંગણી કરી હતી. પરંતુ તેની ફરિયાદને ધ્યાને લેવામાં આવી ન હતી. જે બાદ તેણે શિંદે-ભાજપ સરકારને ફરિયાદ કરી હતી. પરંતુ સરકાર તરફથી કોઈ નક્કર ખાતરી કે કાર્યવાહી કરવામાં આવી ન હતી. એટલે તેણે આ પગલું ભર્યું હતું. 

આ સમાચાર પણ વાંચો: Utpanna Ekadashi: ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે ઉત્પન્ના એકાદશી વ્રતનો પ્રારંભ, જાણો મહત્વ અને કથા

મહત્વનું છે કે આત્મહત્યાના કિસ્સાઓ અટકાવવા માટે મંત્રાલયમાં સેફ્ટી નેટ લગાવવામાં આવી હોવાથી તેનો જીવ બચી ગયો હતો, પરંતુ નેટમાં ફસાઈ જતાં તે ઘાયલ થયો હતો. તેને વધુ સારવાર માટે જીટીમાં રીફર કરવામાં આવ્યો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

Bhutan: હવે ટ્રેન થી જઈ શકાશે ભૂટાન…, પડોશી દેશના આ બે શહેરો સુધી મળશે રેલ કનેક્ટિવિટી
Tomahawk Missile: 450 કિલો વોરહેડ, 2500 કિલોમીટર રેન્જ; યુક્રેનને અમેરિકા આપશે ટોમહોક મિસાઇલ, જાણો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે શું કરી જાહેરાત
Gold Prices: નવરાત્રીની વચ્ચે સોના-ચાંદીના ભાવ માં થયો અધધ આટલો વધારો, જાણો આજે ૨૯ સપ્ટેમ્બરના તમારા શહેરના ભાવ
Stock Market: સપ્તાહના પહેલા દિવસે બજારમાં ઉછાળો, સેન્સેક્સ 330 અંક ચઢ્યો, નિફ્ટી થયો આટલા ને પાર
Exit mobile version