કોરોનાની બીમારીથી સાજો થઇને આવ્યો અને 5 કરોડ રૂપિયાની લોટરી લાગી. જાણો વિગત…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટિન્યૂઝ  બ્યુરો.
મુંબઈ 22 એપ્રિલ  2021.
ગુરુવાર 
     

   ગત વર્ષથી શરુ  થયેલી કોરોના મહામારીને લીધે સામાન્ય જનતા ત્રસ્ત થઈ ગઈ છે. પરંતુ થાણે જિલ્લામાં  રહેતા એક યુવક માટે આ મહામારી શુભ સાબિત થઇ છે. કોરોના બીમારીથી સાજા થઈને આવ્યો અને પાંચ કરોડ રૂપિયાની લોટરી લાગી ગઈ.

 

થાણે જિલ્લાના દીવા વિસ્તારમાં રહેતો રાજકાન્ત પાટીલ એક લઘુ વ્યવસાય ચલાવે છે. તેને થોડા દિવસ પહેલાજ ડિયર લોટરીની બૈસાખી બમ્પર 2021 ડ્રો તે જીતી ગયો છે અને ઇનામ ની રકમ છે પાંચ કરોડ રૂપિયા. રાજકાન્ત પાટીલ ને થોડાક સમય પહેલા કોરોનાની સારવાર અર્થે હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો. હોસ્પિટલથી ઘરે આવ્યા પછી લોટરી કંપનીનો સંપર્ક સાધવા માટેનો મેસેજ આવ્યો હતો, રાજકાન્તે તે કંપનીનો સંપર્ક સાધતા તેને ડ્રોની વિષે માહિતગાર કરાયો હતો.

આને કહેવાય દિલદાર રેલ્વે કર્મચારી : બાળકીને રેલવે ટ્રેક પરથી બચાવ્યા પછી જે પૈસા ઇનામ રૂપે મળ્યા હતા તેમાંથી અડધા બાળકીને આપ્યા.
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment