284
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
ગત દિવસો દરમિયાન અયોધ્યાના એરપોર્ટ પર એક વિચિત્ર બનાવ બન્યો. વાત એમ છે કે અહીં એક પ્રાઇવેટ એરક્રાફ્ટ સાંજે સાડા પાંચ વાગે ઊડવાનું હતું. પરંતુ તે વિમાનમાં સફર કરવા વાળા સુપ્રસિદ્ધ આર્કિટેક્ટ ખુશદીપ બંસલ લેટ પહોંચ્યા.
જો કે તેટલા સમયમાં પાઇલટને મોડું થતું હોવાને કારણે તેણે વિમાન રનવે પર દોડતું કર્યું. આટલી વારમાં તે આર્કિટેક્ટ ગાડી સહિત રનવે પર પહોંચી ગયા અને જે રીતે રિક્ષાને હાથ દેખાડવામાં આવે તે રીતે એરક્રાફ્ટને હાથ દેખાડ્યો.
નાટ્યાત્મક રીતે એરક્રાફ્ટ હવામાં ઉડયું અને બીજી હવાઈ પટ્ટી પર ઉતરીને પાછું પોતાની જગ્યાએ ઊભું રહી ગયું.
પરિણામ સ્વરૂપ તે પ્લેનમાં પેસેન્જર બેસી ગયા અને પોતાના સ્થાન માટે રવાના થઇ ગયા.
તમે કદી સાંભળ્યો છે આવો ગજબ નો કિસ્સો? આ કિસ્સો અયોધ્યા હવાઈમથક પર બન્યો છે.
You Might Be Interested In