News Continuous Bureau | Mumbai
રેલવે (Train) અકસ્માતની એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. ટ્રેનની બારીના કાચ તોડી લોખંડનો સળિયો (Iron rod) સીધો મુસાફરના ગળામાં ઘૂસી ગયો હતો. મુસાફરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પ્રાપ્ત જાણકારી મુજબ અલીગઢના સોમના રેલ્વે સ્ટેશન પર આ હૃદયદ્રાવક ઘટના બની છે. મૃતક મુસાફર (Passenger) સુલતાનપુરનો રહેવાસી હોવાનું કહેવાય છે. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.
ઘટના બરાબર શું છે?
નીલાંચલ એક્સપ્રેસ સવારે 9.30 વાગ્યે અલીગઢના સોમના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર પહોંચી હતી. એક્સપ્રેસના જનરલ ડબ્બામાં બારી પાસે એક વ્યક્તિ બેઠો હતો. એક્સપ્રેસ પ્લેટફોર્મ પર આવી રહી હતી ત્યારે બારીના કાચ તોડીને બહાર નીકળેલો લોખંડનો સળિયો સીધો મુસાફરના ગળામાં ગયો હતો. મુસાફરનું ઘટનાસ્થળે જ મોત (Death) થયું.
આ સમાચાર પણ વાંચો : Vivah Muhurat 2023:આ છે વર્ષ 2023 માટે લગ્નનો શુભ સમય, તારીખ પસંદ કરીને લગ્નની તૈયારી
અકસ્માતની જાણ રેલવે પોલીસ
આરપીએફ અને સીઆરપીએફની સાથે રેલ્વે અધિકારીઓ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માત (Accidnet) કેવી રીતે થયો અને તેના માટે કોણ જવાબદાર છે તેની માહિતી રેલવે (Railway) પોલીસ લઈ રહી છે. બીજી તરફ યાત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ સોમાણી રેલવે સ્ટેશન પર નવા રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન કોઈ લોખંડનો સળિયો બહારથી આવ્યો હતો કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે મૃતક મુસાફરના સંબંધીઓને આ અંગે જાણ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: ભૂમિ પેડનેકરે પહેર્યો એવો રિવીલિંગ બ્લાઉઝ કે, સાડીમાં પણ જોવા મળ્યો તેનો બોલ્ડ અંદાઝ