Site icon

વિચિત્ર અકસ્માત.. ટ્રેનમાં બારી પાસે બેઠેલા યુવકના ગળામાં કાચ તોડીને ઘૂસી ગયો લોખંડનો સળિયો, ઓન ધ સ્પોટ મોત

Man impaled on iron rod on board Delhi-Kanpur train

વિચિત્ર અકસ્માત.. ટ્રેનમાં બારી પાસે બેઠેલા યુવકના ગળામાં કાચ તોડીને ઘૂસી ગયો લોખંડનો સળિયો, ઓન ધ સ્પોટ મોત

News Continuous Bureau | Mumbai

રેલવે (Train) અકસ્માતની એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. ટ્રેનની બારીના કાચ તોડી લોખંડનો સળિયો (Iron rod) સીધો મુસાફરના ગળામાં ઘૂસી ગયો હતો. મુસાફરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પ્રાપ્ત જાણકારી મુજબ અલીગઢના સોમના રેલ્વે સ્ટેશન પર આ હૃદયદ્રાવક ઘટના બની છે. મૃતક મુસાફર (Passenger)  સુલતાનપુરનો રહેવાસી હોવાનું કહેવાય છે. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.

Join Our WhatsApp Community

ઘટના બરાબર શું છે?

નીલાંચલ એક્સપ્રેસ સવારે 9.30 વાગ્યે અલીગઢના સોમના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર પહોંચી હતી. એક્સપ્રેસના જનરલ ડબ્બામાં બારી પાસે એક વ્યક્તિ બેઠો હતો. એક્સપ્રેસ પ્લેટફોર્મ પર આવી રહી હતી ત્યારે બારીના કાચ તોડીને બહાર નીકળેલો લોખંડનો સળિયો સીધો મુસાફરના ગળામાં ગયો હતો. મુસાફરનું ઘટનાસ્થળે જ મોત (Death) થયું.  

આ સમાચાર પણ વાંચો :  Vivah Muhurat 2023:આ છે વર્ષ 2023 માટે લગ્નનો શુભ સમય, તારીખ પસંદ કરીને લગ્નની તૈયારી

અકસ્માતની જાણ રેલવે પોલીસ

આરપીએફ અને સીઆરપીએફની સાથે રેલ્વે અધિકારીઓ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માત (Accidnet) કેવી રીતે થયો અને તેના માટે કોણ જવાબદાર છે તેની માહિતી રેલવે (Railway) પોલીસ લઈ રહી છે. બીજી તરફ યાત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ સોમાણી રેલવે સ્ટેશન પર નવા રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન કોઈ લોખંડનો સળિયો બહારથી આવ્યો હતો કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે મૃતક મુસાફરના સંબંધીઓને આ અંગે જાણ કરવામાં આવી છે.

 આ સમાચાર પણ વાંચો: ભૂમિ પેડનેકરે પહેર્યો એવો રિવીલિંગ બ્લાઉઝ કે, સાડીમાં પણ જોવા મળ્યો તેનો બોલ્ડ અંદાઝ

Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Exit mobile version