News Continuous Bureau | Mumbai
બિહાર(Bihar)ના ભાગલપુર(Bhagalpur)થી કરવા ચોથ (Karva Chauth) પર એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ તેની પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા. હકીકતમાં, કરવા ચોથ પહેલા પત્નીએ તેના પતિને કહ્યું હતું કે હું કોઈ બીજાને પ્રેમ કરું છું અને તેની સાથે રહેવા માંગુ છું. આ પછી પતિએ ગામના સરપંચ અને વડાને બોલાવ્યા અને ગામલોકો ની સામે પત્નીના પ્રેમી સાથે લગ્ન(marriage) કરાવી દીધા.
4 बच्चों की माँ ने अपने सगे भांजे से की शादी | Unseen India pic.twitter.com/oFspV1FRqF
— UnSeen India (@USIndia_) October 14, 2022
મહિલાને તેના પતિથી 4 બાળકો પણ છે. વિદાય વખતે પતિએ પત્નીને કહ્યું- તું જા અને ખુશ રે, હું ચારેય બાળકો(Children)નું ધ્યાન રાખીશ. ચાર બાળકોની ઉંમર માત્ર 2 વર્ષથી 8 વર્ષની છે.
આ સમાચાર પણ વાંચો : શીખ સમુદાયે શિંદેની નવી પાર્ટીના ચૂંટણી ચિન્હ સામે વાંધો ઉઠાવ્યો
આ મામલો ભાગલપુર જિલ્લાના સુલતાનગંજ(Sultanganj)ના ગગનિયા ગામનો છે. બંનેના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. 26 વર્ષીય યુવતીને એક યુવક સાથે પ્રેમ (Love) થઈ ગયો હતો. આ વાત તેણે તેના પતિને કરવા ચોથ પહેલા કહી હતી.