ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર.
કર્ણાટકમાં બેંકે એક યુવકને લોન આપવાનો ઈનકાર કરી દીધો હતો. તેથી ગુસ્સે ભરાયેલા આ યુવકે બેન્કને જ આગ ચાંપી દીધી હતી.
એક અખબારી અહેવાલ મુજબ આ ઘટના કર્ણાટકના હાવેરી જિલ્લામાં બની છે. આરોપી વ્યક્તિએ લોન માટે ઘણી વખત બેંકમાં અરજી કરી હતી પરંતુ બેંકે અરજી તેની ફગાવી દીધી હતી. અનેક વખત અરજી કર્યા બાદ પણ તેની અરજીને નકારી કાઢવામાં આવતી હોવાથી યુવક નારાજ થઈ ગયો હતો. પોલીસ હાલ આરોપીઓ સામે કાર્યવાહી કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેંકને આગ લગાડનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે. કાગીનેલી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી પર આઈપીસીની કલમ 436, 477 અને 435 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને લોનની જરૂર હતી. આ માટે તેણે ઘણી વખત બેંકમાં અરજી કરી હતી. બેંકે દસ્તાવેજો તપાસ્યા બાદ પણ લોન આપી ન હતી. તેથી નારાજ થયેલા આ યુવકે રવિવારે બેંકની રજાના દિવસે બેંકને આગ ચાંપી દીધી હતી
આ દરમિયાન બેંકના કહેવા મુજબ આરોપીની અરજીમાં અનેક ખામીઓ હતી. તેથી બેંક દ્વારા લોન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.