પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં રાજકીય હિંસા ચાલુ જ છે.
વર્ષ 2015માં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને થપ્પડ મારનારા ભાજપના નેતાનું મોત થયું છે.
કેટલાક અજ્ઞાત લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને થોડા સમય બાદ તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.
જોકે તેમના પરિવારજનો અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતાએ 2015માં એક રાજકીય કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને ભરી સભામાં થપ્પડ મારી હતી. જોકે ત્યાર બાદ ટીએમસીના સમર્થકોએ તેમની ખૂબ જ મારપીટ કરી હતી અને પોલીસે તેમની ધરપકડ કરી હતી પરંતુ અભિષેક બેનર્જીની દખલ બાદ તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.