કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે આ રાજ્ય સરકારે આગામી 20 જુલાઈ સુધી લંબાવ્યું નાઈટ કર્ફ્યૂ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

મણિપુર સરકારે રાજ્યના તમામ જિલ્લાઓમાં લાગુ રાત્રીના કર્ફ્યુને 20 જુલાઇ સુધી લંબાવી દીધું છે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યુ સાંજના 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લગાવાશે.

શાકભાજી વિક્રેતાઓ અને કરિયાણાની દુકાનો 12, 15, અને 18 જુલાઈના રોજ સવારના 7 થી 10 વાગ્યા સુધી ખુલી રહી શકશે

કરિયાણાની દુકાનો બંધ હોય તે દિવસોમાં સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી વ્યક્તિગત કમ્પ્યુટર અને મોબાઇલ અધિકૃત સેવા કેન્દ્રો ખુલ્લા રહી શકશે.  

આ ઉપરાંત મણિપુર સરકારે નાયબ કમિશનરો અને પોલીસ અધિક્ષકને આદેશ આપ્યો છે કે નાઈટ કર્ફ્યુનો અમલ થાય તે માટે જરૂરી પગલાં ભરવા. 

આવતીકાલે એટલે કે રવિવારના દિવસે મુંબઈમાં છે જમ્બો બ્લોક. જાણો વિગત.
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment