177
Join Our WhatsApp Community
ટોકયો ઓલમ્પિક 2020માં સિલ્વર મેડલ જીતનાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનુ પર ભારત પરત પહોંચતા જ ઇનામોની ભરમાર શરૂ થઈ ગઈ છે.
રાજ્ય સરકારે મીરાબાઈ ચાનુને મણિપુર પોલીસમાં એડિશનલ એસપી (સ્પોર્ટ્સ) નાં હોદ્દા પર નિમણુક કરવાનો નિર્ણય કર્યો છે.
સાથે જ રાજ્ય સરકારે મીરાબાઈને 1 કરોડ રૂપિયાનાં રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત પણ કરી છે.
આ ઉપરાંત ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેનારા રાજ્યના તમામ ખેલાડીઓને 25-25 લાખનું ઈનામ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ચાનૂ, સુશીલા અને દિગ્ગજ મુક્કેબાજ મેરીકોમ સહિત મણીપુરના ઓછામાં ઓછા પાંચ ખેલાડી ટોકિયો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.
You Might Be Interested In